Get The App

યુ.કે.નાં 'શેડો-ફોરેન-મિનિસ્ટર' પ્રીતિ પટેલ ચાયનાને 'હાઈ-સિક્યુરિટી-રીસ્ક'માં મુકવા અનુરોધ કરે છે

Updated: Dec 24th, 2024


Google NewsGoogle News
યુ.કે.નાં 'શેડો-ફોરેન-મિનિસ્ટર' પ્રીતિ પટેલ ચાયનાને 'હાઈ-સિક્યુરિટી-રીસ્ક'માં મુકવા અનુરોધ કરે છે 1 - image


- ભારત વંશીય ૫૨ વર્ષનાં 'ટોરી' નેતા બકીંગહામ પેલેસ સુધી પહોંચી ગયેલી ચીનની જાસૂસી જાળ પ્રત્યે આંખ ઉઘાડે છે

લંડન : બ્રિટનનાં 'શેડો-ફોરેન-સેક્રેટરી' પ્રીતિ પટેલે ચીનને 'હાઈ-સિક્યુરિટી-રિસ્ક'માં મુકવા અનુરોધ કર્યો છે. ૫૨ વર્ષનાં આ ભારત વંશીય 'ટોરી' (રૂઢીચુસ્ત) નેતાએ તેમના મતની પુષ્ટિમાં બકીંગહામ પેલેસ સુધી પ્રિન્સ એન્ડ્રયુ દ્વારા પહોંચી ગયેલી ચીનની જાસૂસી જાળનો ઉલ્લેખ કર્યો હતો.

આ સાથે તેઓએ રાષ્ટ્રીય સલામતીને અવગણી ચીન સાથે વ્યાપારી સંબંધો ઘનિષ્ટ કરવા માટે લેબર પ્રાઇમિનિસ્ટર - કીર સ્ટારમેરની ઉગ્ર ટીકા કરી હતી.

તેઓએ કહ્યું, 'તમોને તે ગૂંચવણ ભર્યું લાગશે, પરંતુ ચીનની ઉપર સતત નજર રાખવાની જરૂર છે.' તેમ કહેતા પ્રીતિ પટેલે 'ધી સન્ડે-ટાઇમ્સ'ને જણાવ્યું હતું કે, 'વાસ્તવમાં ચાયનાને ફોરેન ઈન્ફલ્યુઈન્સ-રજિસ્ટ્રેશન-સ્કીમ'માં આવરી લેવાની જરૂર છે, અને તેના દ્વારા થઈ રહેલાં 'લોબિઇંગ'ને 'હાય-સિક્યુરિટી-રિસ્ક'માં મુકવાની જરૂર છે.

ચીન ઉપર વધુ પ્રહારો કરતાં પ્રીતિ પટેલે કહ્યું હતું કે, આપણે એક અસામાન્ય રાજતંત્ર સાથે એક દાયકાથી પનારા-પાડી રહ્યાં છીએ તેણે આપણી સલામતીમાં અનેક સ્થળે ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટીથી શરૂ કરી સાઇબર અક્ટિવિટિ સુધી અને ખોટી માહિતી પ્રસારવા સુધીની તમામ દુષ્ટ પ્રવૃત્તિઓનો સામનો કરી રહ્યાં છીએ તેમા વળી જાસૂસીકાંડ ઉમેરાયું છે એટલા માટે જ ચીનથી સતત સાવચેત રહેવાની જરૂર છે.


Google NewsGoogle News