Get The App

6th જનરેશન ફાયટર જેટ બનાવવા યુ.કે. ઈટાલી, જાપાનનું મિત્ર દેશોને આમંત્રણ

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
6th જનરેશન ફાયટર જેટ બનાવવા યુ.કે. ઈટાલી, જાપાનનું મિત્ર દેશોને આમંત્રણ 1 - image


- જી-20 પરિષદ દરમિયાન જુદી થયા : ભારતે પહેલ કરી

- 2035 માં સંપૂર્ણ થનારા આ ગ્લોબલ, કોમ્બેટ, એરક્રાફટ પ્રોગ્રામમાં ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ અગ્રીમ ભૂમિકા ભજવી

રાયો ઈજીનીરો, બ્રાઝિલ : અહીં મળેલી જી-૨૦ પરિષદ દરમિયાન ઈટાલી, જાપાન અને ઈંગ્લેન્ડના નેતાઓએ ૨૦૩૫ સુધીમાં સંમતી થનાર ગ્લોબલ-કોમ્બેટ-એરક્રાફટ પ્રોગ્રામ વિષે મિત્ર દેશોને જણાવ્યું હતું અને તે ખરીદવા માટે અનુરોધ પણ કર્યો હતો. ભારતે તેમાં સૌથી પહેલાં રસ દર્શાવ્યો હતો. આ અત્યંત આધુનિક યુદ્ધ વિમાન રચવા ઈટાલી, જાપાન અને યુ.કે.એ ૨૦૨૨માં જ કરારો કર્યા હતા.

આ પૂર્વે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર મેરે તેમની કેબિનેટ પાસેથી મંજૂરી મેળવી લીધી હતી.

આ આધુનિક વિમાનનો હેતુ રશિયા અને ચીનના વધતા જતા ભયને પહોંચી વળવાનો છે. વાસ્તવમાં આ પરિયોજના યુ.કે. અને ઈટાલીના પોત-પોતાના ટેમ્પેષ્ઠ પ્રોજેક્ટને સંકલિત કરનાર છે.

આ પ્રોજેક્ટની પૂર્વ-પ્રાથમિક ડીઝાઈન ઈટાલીના ટેકનિશ્યનોએ કરી કે તેના આધારે ઈટાલીમાં વડાપ્રધાન જ્યોર્જીયા મેલોનીએ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર મેર અને જાપાનના વડાપ્રધાન શિંગેરૂ ઈશીલા સાથે ચર્ચા કરી હતી.

આ અબજો ડોલરના ખર્ચે રમાનારા ગ્લોબલ-એરક્રાફટની રચના શરૂ થશે અને પછી સંપન્ન થશે ત્યારે તેની કિંમત કેટલી હશે. તે જાણી શકાતું નથી પરંતુ આ વિમાનો સ્વીધ પ્રકારનો હશે જેથી રેડારમાં ઝડપી શકાવાની સંભાવના નથી.

આ વીમાન માટેનું  હેડક્વૉટર યુકેમાં હશે. યુ.એસ.માં અત્યારે બી-૨૧ ફાઈટર જેઠ વિમાનો બને છે. જે ગતિ અને પ્રહાર ક્ષમતામાં અદ્વિતીય છે. હવે આ નવા વિમાનો તેને પણ પાછળ રાખી દેશે.


Google NewsGoogle News