UKના વડાપ્રધાનની દિવાળી પાર્ટીમાં દારૂ અને માંસ પીરસવામાં આવતા ભારે વિવાદ, હિન્દુઓ નારાજ
UK Diwali Party: બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર તરફથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આયોજિત દિવાળી પાર્ટીને લઈને વિવાદ થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન માસ અને દારૂ પીરસવામાં આવ્યું, જેનાથી અમુક બ્રિટિશ હિન્દુ નારાજ છે. બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર આવાસ પર આ ઉત્સવ આયોજિત થયું હતું. તેમાં ઘણાં ટોચના રાજનેતાઓએ ભાગ લીધો હતો. સાથે જ દીપ પ્રગટાવવામાં આવ્યા, કુચિપુડી નૃત્ય પ્રદર્શન થયું અને વડાપ્રધાન સ્ટારમરે ભાષણ પણ આપ્યું. જોકે, રાત્રિ ભોજનના મેનૂમાં આલ્કોહોલ અને માંસાહારી ખોરાકનો સમાવેશ થવાની વાતથી નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ ...તો શું પાકિસ્તાને ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા કરાવી? ISI એજન્ટ કેનેડાની રડાર પર
દિવાળી પાર્ટીમાં નોનવેજનો વિરોધ
મળતી માહિતી મુજબ, દિવાળી પાર્ટીમાં મહેમાનોએ મેનૂમાં કબાબ, બીયર અને વાઇન પીરસવામાં આવ્યું. નોંધનીય છે કે, ગત વર્ષે જ્યારે જ્યારે ઋષિ સનકે દિવાળી ઉજવણીનું આયોજન કર્યું તો માંસ અને દારૂ મેનૂમાં સામેલ નહતું. જાણીતા બ્રિટિશ હિન્દુ પંડિત સતીશ શર્માએ સ્ટાર્મરના રવૈયા પર ચિંતા વ્યક્ત કરી છે. શર્માએ વડાપ્રધાન કાર્યાલય પર સંવેદનશીલતાની કમીનો આરોપ લગાવ્યો. વીડિયો નિવેદનમાં પંડિત સતીશ વર્માએ કહ્યું, 'છેલ્લાં 14 વર્ષોમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્યારેય માંસ અને દારૂ નથી પીરસવામાં આવ્યું. હવે એવું થયું જેમાં માંસ અને દારૂ નથી પીરસવામાં આવ્યું. હવે એવું થયું, જેનાથી હું ખૂબ જ નિરાશ અને હેરાન છું. આ વર્ષનો ઉત્સવ મૂર્ખતાપૂર્ણ જણાય છે.'
કેટલાં ગેરજવાબદાર હશે સલાહકાર
સતીશ શર્માએ કહ્યું, 'આખરે વડાપ્રધાનના સલાહકાર કેટલાં ગેરજવાબદાર હશે? સ્ટાર્મરે આ વિશે પોતાનું નિવેદન આપવું જોઈએ.' આ સિવાય બ્રિટિશ હિન્દુઓ અને ભારતીયોના સામાજિક આંદોલન સાથે જોડાયેલા સંગઠન ઇનસાઇટ યુકેએ પણ આ ઘટનાની નિંદા કરી છે. તેમની તરફથી કહેવામાં આવ્યું કે, પવિત્ર ઉત્સવમાં માંસ અને દારૂ પીરસવામાં આવ્યું, જેનાથી તેની શુદ્ધતા ખરાબ થઈ ગઈ. 10 ડાઉનિંગ સ્ટ્રીટના અધિકારીઓએ ધાર્મિક ભાવનાઓનું ધ્યાન રાખવું જોઈએ. મેનૂની પસંદગી દિવાળી સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાઓ પ્રતિ સમજની ભયાનક કમીને દર્શાવે છે. તેથી ભવિષ્યની ઘટનાઓ પર વધારે સતર્ક રહેવાની જરૂર રહેશે. જોકે, 10 ડાઉનિંગ સ્ટ્રીટની તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવમાં આવે છે.