યુકેમાં ચૂંટણી: ઋષિ સુનક 2.0 કે પછી સ્ટામર બનશે 'સ્ટાર', ઓપિનિયન પોલમાં આ પક્ષને બહુમત
Image: IANS |
UK General Election 2024: યુકેમાં મતદાન શરૂ થઈ ચૂક્યુ છે. યુકેની આ ચૂંટણીમાં ભારતીયો અને ભારતીય ઉમેદવાર મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે. બ્રિટિશ રાજકારણના ઓપિનિયન પોલમાં લેબર પાર્ટીના કિર સ્ટામર બહુમતિ ધરાવી રહ્યા છે. જે 14 વર્ષથી શાસન કરતી કન્ઝર્વેટિવ પાર્ટીના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત આપી વિજેતા બનતાં જણાઈ રહ્યા છે.
બ્રિટનના પ્રથમ ભારતીય મૂળ વડાપ્રધાન સુનકે ચૂંટણી શરૂ થવાની અંતિમ ઘડીઓ પહેલાં જ પ્રત્યેક મતદારોને અપીલ કરી હતી કે, તેઓ લેબર માટે જોવા મળેલી બહુમતિને અટકાવે, જે તમારા પર ઉંચા ટેક્સનું ભારણ લાદી શકે છે. સ્ટામરએ કન્ઝર્વેટિવ પાર્ટી પર મતદારોને ઉશ્કેરવાનો આરોપ મૂક્યો છે. તેઓ લોકોને મત આપવાથી અટકાવી રહ્યા હોવાનો દાવો કર્યો છે.
લેબર લીડરે કહ્યું કે, જો તમે બદલાવ માગતા હોવ, તો તમે તેના માટે મત આપો. ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ, અને ઉત્તરીય આઈલેન્ડના મતદારો 650મી લોકસભા ચૂંટણીનો નિર્ણય આજે કરશે. મતદાન મથક યુકેના સમયગાળા મુજબ સવારે 7થી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. કુલ 40000 જેટલા મતદાન મથકો પર 4.6 કરોડ લોકો મતદાન કરશે. સ્ટામરની દાવેદારી મજબૂત જણી રહી છે. કીર સ્ટામર નવા યુગની અપેક્ષા અને તકોના વચન સાથે મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા છે. જે સરકાર બનાવવા માટે સજ્જ છે. સુનકે લેબર પાર્ટીની સુપર મેજોરિટી દાવેદારીને પડકારતાં મતદારોને ચેતવણી આપી હતી કે, આપણે સૌએ એકજૂટ થવુ જોઈએ. આપણે લેબર સુપરમેજોરિટીને અટકાવવી પડશે. નહીં તો તે તમારા પર મોટા ટેક્સ લાદશે.
2019માં યોજાયેલી ચૂંટણીમાં બોરિન જોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીએ 365 બેઠકો, લેબર પાર્ટીએ 202 બેઠકો, એસએનપીએ 48 બેઠખો અને લિબરલ ડેમોક્રેટ્સે 11 બેઠકો જીતી હતી.