ભારતીય મૂળના આ નેતાનો બ્રિટનમાં દબદબો, નવી સરકારમાં સંભાળશે મહત્ત્વના મંત્રાલયો
Indian origin MP gets place In UK cabinet: બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જબરદસ્ત જીત મેળવ્યા બાદ બ્રિટનના નવા પ્રધાનમંત્રી કીર સ્ટાર્મરે તેમની નવી કેબિનેટ જાહેર કરી દીધી છે. ત્યારે નવી સરકારમાં ભારતીય મૂળના એક સાંસદનો ભારે દબદબો જોવા મળી રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ ઇંગ્લેન્ડથી વિગન સંસદીય વિસ્તારથી ફરી એકવાર ભારે માર્જીનથી ચૂંટણી જીતનારા ભારતીય મૂળના સાંસદ લિસા નંદી(Lisa Nandi)ને સ્ટાર્મર સરકારે મહત્ત્વની જવાબદારી સોંપતા કેબિનેટમાં સ્થાન આપ્યું છે. સ્ટાર્મર સરકારે તેમને સંસ્કૃતિ, મીડિયા અને ખેલ મંત્રી બનાવ્યો છે. 44 વર્ષીય લીસા નંદી જાન્યુઆરી 2020માં લેબર પાર્ટીના અધ્યક્ષ પદ માટે થયેલી ચૂંટણીના આખરના 3 ઉમેદવારોમાંથી એક હતી. જ્યાં તેમનો સામનો સ્ટાર્મર અને અન્ય એક ઉમેદવારથી થયું હતું. ત્યારથી લેબર પાર્ટીમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ચૂંટણી બાદ આપ્યું હતું આ ભાષણ
ચૂંટણી જીત્યા બાદ ગ્રેટર માન્ચેસ્ટરમાં એક જનસભા સંબોધતી વખતે તેમણે કહ્યું કે, જે લોકો ગંદુ, ધૃણાસ્પદ અને વંશીય રાજકારણ કરે છે. હું આવા લોકોને કહેવા માંગુ છું કે, વિગનનો ઇતિહાસ કામદાર વર્ગના લોકોથી જોડાયેલો છે. જેમણે પાછલા 100 વર્ષોમાં વારંવાર તમારી ધૃણાને વારંવાર અમારા શહેરમાંથી ઉખાડી ફેક્યું છે.
જ્યારે કર્યો હતો ભારતનો ઉલ્લેખ
લીસા નંદીએ મૂળ કોલકાતાના રહેવાસી પ્રખ્યાત શિક્ષણવિદ અને સમાજ સુધારક દીપક નંદીની પુત્રી છે. લીસાએ ભૂતકાળમાં ઘણી વખત પોતાના ભારતીય વારસાનો જાહેરમાં ઉલ્લેખ કર્યો છે. થોડાક વર્ષો પહેલા બ્રિટનમાં યોજાયેલા પક્ષના એક કાર્યક્રમમાં તેમણે ભારતનું ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, મારા પિતા 50ના દશકમાં ભારતથી અહીં આવ્યા હતા અને તેમણે વંશવાદ નાબુદ કરતો કાયદો બનાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યું હતું. ભારત એક એવો દેશ છે. જે સૌને સન્માન આપે છે. જેથી આપણે જોઇ શકીએ કે, વિશ્વમાં લોકોના જીવનમાં કઇ રીતે બદલાવ આવી શકે છે. લીસાના પિતા બ્રિટનમાં વંશવાદ ક્ષેત્રમાં તેમના કામ અંગે જાણવામાં આવે છે.
મહાત્મા ગાંધી સાથે છે સંબંધ
મહાત્મા ગાંધીના નેતૃત્ત્વમાં ભારતીય સ્વતંત્રતા આંદોલનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, મારા પરિવારે એક શતક પહેલા ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો. જ્યારે કપાસ આવવાનું બંધ થઇ ગયું હતું તો મિલોનો કામ બંધ થઇ ગયું હતું. મજૂરો ભૂખથી મરી રહ્યા હતા. એ સમયે મારા પરિવારે મહાત્મા ગાંધી સાથે મળીને લંકાશાયરમાં લોકોના હક માટે આંદોલન કર્યું હતું. એકતામાં તાકત હોય છે. અમારું સંઘર્ષ એક જ છે. આ વાત તેમણે 1931ની મહાત્મા ગાંધીની લંકાશાયરની પ્રસિદ્ધ યાત્રાના સંદર્ભમાં કહી હતી.
લેબર પાર્ટીને મળ્યો તોફાની વિજય
તમને જણાવી દઇએ કે, બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં સ્ટાર્મરની લેબર પાર્ટીને પ્રચંડ જીત મળી છે. 14 વર્ષો સુધી વિપક્ષમાં બેઠ્યા બાદ લેબર પાર્ટીએ તોફાની વાપસી કરી હતી અને લેબર પાર્ટીના આ તોફાનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સૂપડા સાફ થઇ ગયા હતા. ઉલ્લેખનિય છે કે, ચૂંટણીમાં લેબર પાર્ટીને 650માંથી 410 બેઠકો પર જીત મળી છે.