Get The App

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે રાજીનામું આપ્યું

Updated: Jul 6th, 2022


Google NewsGoogle News
બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદે રાજીનામું આપ્યું 1 - image


- કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક મંત્રી બોરિસ જોનસનના સમર્થનમાં છે અને સરકારમાં બની રહેવા માગે છે

નવી દિલ્હી, તા. 06 જુલાઈ 2022, બુધવાર

બ્રિટન (Britain)ના નાણામંત્રી ઋષિ સુનક (Rishi Sunak) અને આરોગ્ય મંત્રી સાજિદ જાવેદ(Health Minister Sajid Javid)એ મંગળવારે વડાપ્રધાન બોરિસ જોનસનની સરકારને સંકટમાં મૂકતા રાજીનામું આપી દીધું છે. સુનકે તેના પત્રમાં કહ્યું હતું કે, તેઓ સરકાર છોડવાથી દુઃખી હતા પરંતુ તે નિષ્કર્ષ પર આવ્યા છે કે, અમે આ રીતે ચાલુ રાખી નહીં રાખી શકીએ. ઋષિ સુનકે પોતાના ત્યાગ પત્રમાં જણાવ્યું હતું કે,જનતા યોગ્ય રીતે અપેક્ષા રાખે છે કે, સરકાર યોગ્ય રીતે સક્ષમ અને ગંભીરતાથી ચલાવવામાં આવશે. હું માનુ છું કે, આ મારું છેલ્લું મંત્રી પદ હોઈ શકે છે પરંતુ મારું માનવું છે કે, આ ધોરણો માટે લડવું યોગ્ય છે અને તેથી જ હું રાજીનામું આપી રહ્યો છું.

બીજી તરફ આરોગ્ય મંત્રી જાવેદે કહ્યું કે, શ્રેણીબદ્ધ કૌભાંડો બાદ તેઓ રાષ્ટ્રીય હિતમાં સત્તા કરવાની જોનસનની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે તેમણે ઉમેર્યું હતું કે, તે હવે તેની સાથે રહી શકશે નહીં. તેમણે કહ્યું કે, અનેક સાંસદો અને જનતાએ જોનસનના રાષ્ટ્રીય હિતમાં સત્તા કરવાની ક્ષમતા પર વિશ્વાસ ગૂમાવી ચૂક્યા છે. જાવેદે મિસ્ટર જોનસનને લખેલા પત્રમાં જણાવ્યું કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે, મારા માટે સ્પષ્ટ છે કે, તમારા નેતૃત્વમાં આ પરિસ્થિતિ બદલાશે નહીં અને તેથી તમે મારો આત્મવિશ્વાસ પણ ગુમાવી દીધો છે.

તેને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનના નેતૃત્વ સામે બળવા માટે ભારે મોટી કવાયત માનવામાં આવી રહી છે. તાજેતરમાં જ બે પેટા ચૂંટણી થઈ છે જેમાં કંઝરવેટિવ પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદથી જ મંત્રીઓ વચ્ચે વિરોધ થવા લાગ્યો હતો. સુનકના રાજીનામાને પીએમ બોરિસ જોનસન માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. એક સમયે તેને જોનસનના ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા હતા પરંતુ પાર્ટીગેટ કાંડ બાદ તેમની છબીને ઊંડો ધક્કો લાગ્યો હતો. આ અગાઉ જોનસને પોતાના એક મંત્રી પર જાતીય ગેરવર્તણૂકની ફરિયાદ સાથે સબંધિત મામલે માફી માગવાનો પ્રયત્ન કર્યો હતો. હાલમાં આ પગલાથી પીએમ જોનસનની મુશ્કેલી વધી ગઈ છે જે અગાઉથી જ સંકટમાં ઘેરાયેલા છે. 

તેની સાથે જ કન્ઝર્વેટિવ પાર્ટીના કેટલાક મંત્રી બોરિસ જોનસનના સમર્થનમાં છે અને સરકારમાં બની રહેવા માગે છે. તેમાં ડોમિનિક રાબો, લિઝ ટ્રસ, બ્રેંડન લુઈલ પ્રીતિ પટેલ, ક્વાસી ક્વાર્ટેંગો, નાદિન ડોરિસ, ઝેકબ રીસ-મોગ, ની મેરી-ટ્રેવેલિયન, સિમોન હાર્ટો, બેન વોલેસ, ક્રિસ હીટન હેરિસ, એલિસ્ટર જેકના નામ સામેલ છે. બીજી તરફ માઈકલ ગોવે, નદીમ ઝહાવી, થેરેસી કોફી, પેની મોર્ડાઉન્ટ, જ્યોર્જ યુસ્ટિસ અને ગ્રાન્ટ શાપ્સના વલણને લઈને હજુ સ્પષ્ટતા નથી. ગયા વર્ષે બ્રિટન સરકારમાંથી બ્રેક્સિટ મંત્રી પર પરથી રાજીનામું આપનાર લોર્ડ ફ્રોસ્ટે આ મામલે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી છે. 


Google NewsGoogle News