ઋષિ સુનકના પરાજયથી UKમાં રહેતા મૂળ ભારતીયો પર કેવી અસર પડશે?
Image: IANS |
Keir Starmer Victory Impact On Indians: કીર સ્ટાર્મરની લેબર પાર્ટીએ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતાં 680 બેઠકોમાંથી 411 જેટલી બેઠકો જીતી છે. આ સાથે ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનકાળનો અંત આવ્યો છે. લેબર પાર્ટીના કિર સ્ટાર્મર નવા વડાપ્રધાન બનશે. કન્ઝર્વેટિવ પાર્ટી સત્તામાંથી બહાર થઈ જવાની બ્રિટનમાં વસતાં ભારતીય મૂળના લોકો પર શું અસર થશે અને સત્તા પરિવર્તનના પગલે ભારત સાથેના સંબંધોમાં શુ ફેરફાર આવશે તેના વિશે યુનિવર્સિટી ઓફ લંડનના રોયલ હાલવેમાં આસિસ્ટન્ટ ડો. અરવિંદ કુમાર જણાવી રહ્યા છે.
ડો. અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, વૈચારિક રૂપે કિર સ્ટાર્મર લેબર પાર્ટીમાં મોડરેટ વિંગનુ પ્રતિનિધિત્વ કરે છે. જ્યારથી તેમણે લેબર પાર્ટીમાં કમાન સંભાળી છે, ત્યારથી લેબર પાર્ટીને રેડિકલ લેફ્ટ પાર્ટીની ઈમેજમાંથી બહાર લાવવા પ્રયાસ થઈ રહ્યો છે. કોર્બિનનું કાશ્મીર જેવા મુદ્દા પર જે વિચારસરણી હતી, તે સ્ટાર્મરે બદલી છે. તેમજ સ્ટાર્મરે એવા ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે, જે ભારતીય મૂળના મતદારોને નારાજ કરી શકતા હતા. પરંતુ સ્ટાર્મરે ભારતીય મૂળના મતદારોને આકર્ષવા અનેક પહેલ કરી છે. ડો. અરવિંદ કુમારે જણાવ્યું છે કે, લેબર પાર્ટીના શાસનમાં બ્રિટનના ભારત સાથે સંબંધો સુધરવાનો આશાવાદ છે. કારણકે, લેબર પાર્ટી કોર્બિન સમયની લેબર પાર્ટી કરતાં અલગ છે.
એરલાઈન્સની શરમજનક કરતૂત, ઋષિ સુનકની ઠેકડી ઉડાડી, કહ્યું - 'ચિંતા ન કરશો, અમારી પાસે..'
ભારતીયો પર શું અસર થશે?
કોર્બિનને રેડિકલ લેફ્ટ લીડર માનવામાં આવતા હતા. તેમને અપેક્ષા હતી કે, સ્ટાર્મર ભારત અંગે લગભગ તે તમામ પોલિસી જારી રાખશે, જે કન્ઝર્વેટિવના સમયે લાગૂ હતી. તેમજ ઈમિગ્રેશન કાયદા અંગે પણ આકરૂ વલણ જારી રાખશે, જેનાથી ભારતીય મૂળના લોકો પર વધુ અસર થઈ હતી. જો કે, સ્ટાર્મરે પોતાના ચૂંટણી પ્રચારમાં આ વિચારધારાથી તદ્દન અલગ રજૂઆતો કરી હતી. જેથી લોકોએ સ્ટાર્મરને સમર્થન આપ્યુ છે.
અરવિંદ કુમારે જણાવ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ફૂડ સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ હતી, જેનાથી બ્રિટનમાં મોંઘવારી વધી હતી. સ્ટાર્મર સરકાર ભારત સાથે સંબંધો મજબૂત બનાવવા પર ભાર આપી શકે છે, કારણકે, ભારત પર નિર્ભરતા અગાઉ કરતાં અનેકગણી વધી છે. બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી બહાર થયુ છે. એવામાં તે જૂના ગઠબંધન જેવા કોમનવેલ્થ ફોરમને મજબૂત બનાવવાની દિશામાં સ્ટાર્મર સરકાર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેનાથી ભારતીયોને પ્રાથમિકતા મળશે.
બ્રિટનમાં 'અબ કી બાર 400 પાર', ઋષિ સુનક સત્તાથી બહાર, સ્ટાર્મરની પાર્ટી જાણો કેટલી બેઠકો જીતી
ભારત સાથે વિદેશ નીતિ પર આ અસર
ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનમાં વિદેશ નીતિ અધ્યયન કેન્દ્રના ઉપાધ્યક્ષ પ્રોફેસર હર્ષ વી. પંતે જણાવ્યું છે કે, સ્ટાર્મરે લેબર પાર્ટીમાં અનેક ફેરફારો કરવાના પ્રયાસો કર્યા છે. ભારતની સાથે વિદેશ નીતિમાં અનેક મોટા ફેરફારો થવાની સંભાવના નથી. કન્ઝર્વેટિવ પાર્ટીએ છેલ્લા બે દાયકામાં ભારત સાથે બ્રિટનના સંબંધોને એક નવો આકાર આપ્યો છે. જે જારી રહેશે. લેબર પાર્ટી ભારતની સાથે એફટીએ (ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ) જારી રાખશે. કારણકે, સ્ટાર્મરે તેનુ સમર્થન કર્યુ હતું.
અટવાયેલા એફટીએ અંગે આશાવાદ
વધુમાં અત્યારસુધી અટવાયેલા એફટીએનો માર્ગ મોકળો થઈ શકે તેવો આશાવાદ હર્ષે વ્યક્ત કર્યો છે. ચીન અંગે જે ઉદાસીનતા પશ્ચિમી દેશો તરફથી મળી હતી, તે હાલ જારી રહેશે. ઈન્ડો-પેસિફિકમાં બ્રિટનનું સૌથી વધુ જોડાણ છે. જેનું સ્ટાર્મરે સમર્થન કર્યું છે. તે વિદેશ નીતિમાં કોઈ મોટા ફેરફારો કરશે નહીં.