Get The App

એરલાઈન્સની શરમજનક કરતૂત, ઋષિ સુનકની ઠેકડી ઉડાડી, કહ્યું - 'ચિંતા ન કરશો, અમારી પાસે..'

Updated: Jul 5th, 2024


Google NewsGoogle News
એરલાઈન્સની શરમજનક કરતૂત, ઋષિ સુનકની ઠેકડી ઉડાડી, કહ્યું - 'ચિંતા ન કરશો, અમારી પાસે..' 1 - image


Ryanair Airline Trolls Rishi Sunak: બ્રિટનમાં ગુરુવારે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને આજે પરિણામો જાહેર થયા છે. જેમાં ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકને આ ચૂંટણી પરિણામોએ સૌથી મોટો ઝટકો આપ્યો છે. તેમજ લેબર પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતીને 14 વર્ષ બાદ ઈતિહાસ રચી દીધો છે. આ ચૂંટણીમાં ઋષિ સુનકને હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. Ryanair એરલાઈન્સે ઋષિ સુનકની ઠેકડી ઉડાડતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.  બ્રિટનમાં લેબર પાર્ટીએ મોટી જીત હાંસલ કરી છે અને કીર સ્ટાર્મર આગામી વડાપ્રધાન બનશે. લેબર પાર્ટીએ 650 માંથી 326થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી લીધી છે. બીજી તરફ ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને માત્ર 70 બેઠકો મળી છે. સુનકની પાર્ટી છેલ્લા 14 વર્ષથી સત્તામાં હતી. તેઓ જબરદસ્ત એન્ટિ-ઈન્કમ્બન્સી ઉપરાંત વધતી જતી મોંઘવારી જેવા મુદ્દાઓ સાથે પણ સંઘર્ષ કરી રહ્યા હતા. આ ઉપરાંત કન્ઝર્વેટિવ પાર્ટીમાં આતંરિક વિખવાદ પણ ખૂબ વધારે હતો. બ્રેગ્જિટ વોટ 2016 બાદ પાર્ટી પાંચ વડાપ્રધાન બદલી ચૂકી છે. 

સોશિયલ મીડિયા પર વાયરલ

સંસદમાં બેઠક ગુમાવ્યા બાદ સોશિયલ મીડિયા પર સુનકની મજાક ઉડાવવામાં આવી રહી છે. ઓછી કિંમત વાળી ફ્લાઈટ્સ ઉપલબ્ધ કરાવનારી Ryanair એરલાઈન્સે સુનકને પોતાની ફ્લાઈટમાં સીટ ઓફર કરી છે. સોશિયલ મીડિયા પર ફની પોસ્ટ માટે જાણીતી એરલાઈન્સ કંપનીએ X પર આ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું કે સુનક ભલે હારી ગયા પરંતુ અમારી ફ્લાઈટમાં તેમના માટે સીટ આરક્ષિત છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. અત્યાર સુધીમાં આ પોસ્ટ પોસ્ટને 2.6 મિલિયનથી વધુ લોકોએ જોઈ હતી. બીજી તરફ મોટી સંખ્યામાં લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એક વ્યક્તિએ લખ્યું કે વર્ષો બાદ ખરેખર એક રમુજી જાહેરાત જોઈ.

આ પણ વાંચો : ઋષિ સુનકના પરાજયથી UKમાં રહેતા મૂળ ભારતીયો પર કેવી અસર પડશે?

સમય પહેલા યોજી હતી ચૂંટણી

ઉલ્લેખનીય છે કે ઋષિ સુનકે સમય પહેલા ચૂંટણી યોજીને તમામને ચોંકાવી દીધા હતા. વડા પ્રધાન ઋષિ સુનકની સરકારમાં બ્રિટનનો ફુગાવાનો દર 2022 માં ચાર દાયકામાં તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  એપ્રિલના એક સત્તાવાર સર્વેક્ષણ પ્રમાણે તાજેતરના મહિનાઓમાં ફુગાવામાં ઘટાડો થયો હોવા છતાં, કરિયાણાનો સામાન, ઉર્જા અને ભાડા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી એ સામાન્ય લોકોની પ્રાથમિકતા ચિંતાનો વિષય બની છે. 


Google NewsGoogle News