UFO લાઈવ કેમેરામાં કેદ, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી દેખાતાં જ NASA એ લાઈવ સ્ટ્રીમ બંધ કર્યું
Image Source: Twitter
International Space Station: ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની પાછળથી એક તેજસ્વી UFO પસાર થતો નજર આવ્યો છે. X પર બે હેન્ડલ્સ છે જે એ દાવો કરી રહ્યા છે કે, સ્પેસ સ્ટેશન પાછળથી એલિયન યાન ગયુ છે. જેને જોતા જ NASAએ સ્પેસ સ્ટેશનથી ચાલી રહેલું લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધુ છે.
નાસાએ લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધુ
અત્યાર સુધી અંતરિક્ષમાં ડ્રોન્સના જવાની કોઈ ટેક્નોલોજી કોઈ દેશે વિકસિત નથી કરી. તેથી એવું ન કહી શકાય કે, આ સ્પેસ ડ્રોન્સ છે. આ રોશનીને લોકોએ લગભગ 40 મિનિટ સુધી લાઈવ સ્ટ્રીમમાં જોયું. ત્યારબાદ નાસાએ લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધુ હતું.
હવે આ ઘટના પર X હેન્ડલ @JimFerguonUK લખ્યું કે, નાસાએ UFO જોયા બાદ લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધું. એક કલાક પહેલા નાસાએ અચાનક લાઈવ સ્ટ્રીમ બંધ કરી દીધું. અને આ ત્યારે થયું જ્યારે એક રહસ્યમય અંતરિક્ષયાન કેમેરામાં નજર આવે છે. આ ફૂટેજની સ્પીડને થોડી વધારવામાં આવી છે. UFO આખી સ્ક્રીનને ક્રોસ કરીને અંધારામાં જતો નજર આવી રહ્યો છે. જિમે સવાલ કર્યો કે, અંતરિક્ષમાં ડ્રોન તો કામ નથી કરતા તો પછી આ શું છે? નાસાએ લાઈવ સ્ટ્રીમિંગ કેમ બંધ કરી દીધું. શું નાસા કંઈ વસ્તુ છુપાવી રહ્યું છે. કે પછી તે નથી ઈચ્છતું કે અમે આ બધી વસ્તુઓ પણ જોઈએ. જિમના આ ટ્વીટને 1.9 મિલિયન વ્યૂઝ મળ્યા છે. 2 હજારથી વધુ વખત શેર કરવામાં આવ્યું છે.
આ પહેલા તેને @Truthpolex નામના X નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યું હતું. તેને 3.34 લાખ વ્યૂઝ મળ્યા હતા. લગભગ 403 વખત શેર કરવામાં આવ્યું હતું.
ગત વર્ષે શું કહ્યું હતું નાસાએ?
ગત વર્ષે સપ્ટેમ્બરમાં નાસાએ કહ્યું હતું કે, અમને નથી ખબર કે UFO અથવા UAP શું હોય છે. પરંતુ એટલી ચોક્કસપણે ખબર છે કે તેનું બીજી દુનિયા સાથે કોઈ લેવાદેવા નથી. તેમ છતાં અમારી પાસે જે પુરાવા છે તેનાથી એવું નથી લાગી રહ્યું કે, UAPનો બીજી દુનિયા સાથે સબંધ છે. અમે તેના પર સ્ટડી કરીશું. વૈજ્ઞાનિક રીતે સ્ટડી કરીશું.
નાસાએ બાબતની સ્ટડી કરશે કે શું એવી પર્યાવરણીય પરિસ્થિતિઓ છે કે જેમાં UAP પૃથ્વીની ચારેય બાજુ અથવા તેના વાયુમંડળમાં બની જાય છે. એ પણ શક્ય છે કે એલિયન અથવા UFO આપણા એર ટ્રાફિક મેનેજમેન્ટને કારણે આકાશમાં થનારા કેટલાક ફેરફારનું પરિણામ હોઈ શકે છે.
આ પણ વાંચો: ડ્રેગન નહીં સુધરે! સેટેલાઇટ તસવીરોએ પોલ ખોલી, ભુતાનમાં ડોકલામ નજીક વસાવ્યા 22 ગામ
નાસાએ વાયદો કર્યો હતો કે, અમે વૈજ્ઞાનિક રીતે આ એલિયન્સ અથવા યુએફઓ અંગે સર્ચ કરીશું. ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેશે. એલિયન્સ દેખાવું અથવા તેનું યાન એટલે કે UFO હંમેશાથી ચર્ચા અને વિવાદનો વિષય રહ્યો છે. અમેરિકાએ UFO ને અલગ નામ 'UAP - Unidentified Anomalous Phenomena'થી બોલાવવાનું શરૂ કર્યું છે. નાસાએ ગત વર્ષે તેની સ્ટડી માટે એક ટીમ બનાવી હતી.
યોગ્ય તસવીર-વીડિયો ન હોવાના કારણે મુશ્કેલી
હાઈ ક્વોલિટીની તસવીરો અથવા વિડિયોના અભાવને કારણે આ UFO ને સમજવું વધુ મુશ્કેલ બની જાય છે. ઘણી વખત એ સ્પષ્ટ થતું નથી કે આ વસ્તુ કોઈ વિમાન છે કે કોઈ કુદરતી ઘટના છે. ત્યારબાદ નાસાએ 16 લોકોની ટીમ બનાવી હતી. આ ટીમમાં સાઈન્ટિફીક એરોનોટિક અને ડેટા એનાલિટિક એક્સપર્ટ સામેલ છે.