VIDEO: અમેરિકન રાષ્ટ્રપતિની પાછળ પડ્યા એલિયન્સ? જો બાઈડનના વિમાનની ઉપર સફેદ બલૂન જેવી વસ્તુ ઉડતી દેખાઈ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
VIDEO: અમેરિકન રાષ્ટ્રપતિની પાછળ પડ્યા એલિયન્સ? જો બાઈડનના વિમાનની ઉપર સફેદ બલૂન જેવી વસ્તુ ઉડતી દેખાઈ 1 - image


નવી દિલ્હી ,તા. 23 ડિસેમ્બર 2023, શનિવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી પ્રચાર માટે લોસ એન્જલસ ગયા હતા. નવાઇની વાત એ છે કે, તેમના એરફોર્સનો એક વીડિયો વયરલ થઇ રહ્યો છે જેમાં તેમના પ્લેનનો પીછો કોઇ પીછો કરી રહ્યો હોય તેવુ રહ્યું છે.  

આ સમય દરમિયાન એક UFO તેના એરફોર્સ વન એરક્રાફ્ટ પર ફરતો જોવા મળ્યો હતો. આ ઘટના પછી કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે, બાઇડેનની પાછળ એલિયન્સ પડ્યાં છે.  

બાઇડેન 10 ડિસેમ્બરે લોસ એન્જલસ ગયા હતા. જ્યારે તેમનું પ્લેન શહેરના એરપોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે તેમના પર ગોળાકાર સફેદ કે ચાંદીની વસ્તુ મંડરાતી જોવા મળી હતી.

એક અહેવાલ મુજબ લોકોએ તેને એરપોર્ટ પરથી જ જોયો હતો. શરૂઆતમાં કેટલાક લોકોએ કહ્યું કે, તે માત્ર એક સફેદ બલૂન છે, પરંતુ ટૂંક સમયમાં લોકોએ એવું પણ કહેવાનું શરૂ કર્યું કે, કદાચ તે એલિયન પ્લેન છે, જે જીવનની શોધમાં પૃથ્વી પર આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, આ કહેવાતા UFO લગભગ એક કલાક સુધી પ્રેસિડેન્ટ બાઇડેનના પ્લેન પર ફરતું રહ્યું. હવે સોશિયલ મીડિયા પર આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે.

આ સમગ્ર ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ 

લોસ એન્જલસ એરપોર્ટ  10 ડિસેમ્બરના રોજ જોશુઆ અને પીટર સોલોર્ઝાને પર શૂટિંગ કરી રહ્યા હતા. તેનો હેતુ એરફોર્સ વનને પોતાના કેમેરામાં કેદ કરવાનો હતો. સૌ પ્રથમ, તેઓએ હવામાં પેટ્રોલિંગ કરતા બે F-35 ફાઇટર જેટ રેકોર્ડ કર્યા, જે રાષ્ટ્રપતિના લેન્ડ પહેલા તેમની સુરક્ષા તપાસ કરવા માટે ફરતા હતા. બંનેએ F 35 ફાઇટર જેટ્સને હવામાં કેસી 10 ટેન્કરથી ઇંધણ ભરતા રેકોર્ડ કર્યા હતા. 

જોશુઆ અને પીટરે LA Flights નામની YouTube ચેનલ પર તમામ રેકોર્ડિંગ્સનું લાઇવ સ્ટ્રીમિંગ કર્યું. આ સમય દરમિયાન તેમણે પહેલીવાર આકાશમાં સફેદ ગોળો જોયો. થોડા સમય પછી આ વસ્તુ અદૃશ્ય થઈ ગઈ અને થોડીવાર પછી ફરી દેખાઈ. 

યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે આ સફેદ વસ્તુ એરફોર્સના વિમાન પર મંડરાઈ રહી છે. જો કે, આ સમગ્ર ઘટના પર જો બાઇડેનના વહીવટીતંત્ર દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.


Google NewsGoogle News