ઈદ પહેલા મુસ્લિમ દેશનું મોટું એલાન, 500 ભારતીયો સહિત 1295થી વધુ કેદી મુક્ત કર્યા
UAE President Release Order: સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ફેબ્રુઆરીના અંતમાં એક મોટી જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિએ રમઝાન પહેલા કેદીઓને માફી આપીને મુક્ત કરવાની વાત કરી છે. હવે રમઝાનના અંતમાં 1295 કેદીઓને મુક્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમે 1518 કેદીઓને માફીની જાહેરાત કરી છે. મુક્ત કરાયેલા લોકોમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.
500થી વધુ ભારતીયો સામેલ
કેદીઓને માફીની જાહેરાત ફેબ્રુઆરીના અંતમાં કરવામાં આવી હતી. ત્યારે યુએઈના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમે કુલ 1518 કેદીઓને માફીની જાહેરાત કરી હતી. જયારે હવે ઈદ પહેલા તેમને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમાં 500થી વધુ ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે.
UAEમાં ભારતીયોની સંખ્યા કેટલી છે?
UAEની કુલ વસ્તીના 37.96% ભારતીયો છે. ડિસેમ્બર 2024 માં, સંયુક્ત આરબ અમીરાતમાં ભારતીયોની વસ્તી 35,68,848 (3.6 મિલિયન) હતી. તે વિશ્વમાં ભારતીયોની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ છે. UAEમાં રહેતા ભારતીયોએ દેશના દરેક ક્ષેત્રના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે.