Get The App

યુએઇ અને સાઉદી અરબ કલાયમેંટ ચેંજનો સૌથી વધુ ભોગ બન્યા, ૨૯ ટ્રીલિયન ડોલરનું નુકસાન

દુબઇ શહેરમાં જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંમેલન ચાલી રહયું છે

જળવાયુ પરિવર્તનથી યુરોપિય દેશોને નુકસાન થવાના સ્થાને ફાયદો

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
યુએઇ અને સાઉદી અરબ કલાયમેંટ ચેંજનો સૌથી  વધુ ભોગ બન્યા, ૨૯ ટ્રીલિયન ડોલરનું નુકસાન 1 - image


દુબઇ,૩૦ નવેમ્બર,૨૦૨૩,ગુરુવાર 

યુએઇના દુબઇ શહેરમાં જળવાયુ પરિવર્તનનું વૈશ્વિક સંમેલન ચાલી રહયું છે. સીઓપી ૨૮ કલાયમેટ ચેન્જ તરીકે ઓળખાતા સંમેલનમાં કલાયમેટ ચેંજના ખતરા સામે ચેતવણી અને ઉપાયો પર ભાર મુકવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જે સ્થળે જળવાયુ પરિવર્તનનું સંમેલન મળ્યું છે તે યુએઇ અને સાઉદી અરબ પર કલાયમેટ ચેંજની સૌથી વધુ અસર થઇ રહી છે. દુનિયામાં ગ્લોબલ વોર્મિગની સૌથી વધુ કિંમત દુબઇ વેઠી રહયું છે. ડેલાવર યુનિવર્સિટીના કલાયમેટ ચેંજ હબ દ્વારા એર રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે જેમાં લોસ એન્ડ ડેમેજ અંર્તગત જળવાયુ પરિવર્તન કેવી રીતે નુકસાન કરે છે તેની ગણતરી હોય છે. દુનિયાના તમામ દેશોના જળવાયુ પરિવર્તનથી થતા આંકડાનો હિસાબ રાખે છે. 

યુએઇ અને સાઉદી અરબ કલાયમેંટ ચેંજનો સૌથી  વધુ ભોગ બન્યા, ૨૯ ટ્રીલિયન ડોલરનું નુકસાન 2 - image

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જળવાયુ પરિવર્તનથી સૌથી વધુ ૨૯ ટ્રિલિયન ડોલરનું નુકસાન સઉદી અરબ અને યુએઇને થઇ રહયું છે. આફ્રિકી દેશોને ૨૦૨૨માં જીડીપી અને વસ્તીના ધોરણે ૮.૧ ટકા જેટલું નુકસાન થયું છે. નવાઇની વાત તો એ છે કે જળવાયુ પરિવર્તનથી યુરોપિય દેશોને નુકસાન થવાના સ્થાને ફાયદો થયો છે જે જીડીપી ના ૪.૭ ટકા જેટલો છે. શિયાળામાં કાતિલ ઠંડી નહી પડવાથી  હીટિંગ દ્વારા ઉર્જાની જે ખપત થતી હતી તેમાં ઘટાડો થયો છે અને ઠંડીથી થતા મુત્યુદરમાં પણ ધરખમ ઘટાડો થયો છે.વિકસિત દેશોના જીડીપીમાં ૮.૩ ટકા જેટલું નુકસાન થયું છે.

યુએઇ અને સાઉદી અરબ કલાયમેંટ ચેંજનો સૌથી  વધુ ભોગ બન્યા, ૨૯ ટ્રીલિયન ડોલરનું નુકસાન 3 - image

જીવલેણ ગરમી, વેટ બલ્બ ટેમ્પ્રેચરના લીધે કુલિંગમાં ઉર્જાનો વધતો વપરાશ, અછતના લીધે ખેતીમાં નુકસાન સૌથી મોટી નકારાત્મક બાબતો છે. જળવાયુ પરિવર્તનથી ગ્લોબલ જીડીપીને ૧.૮ ટકા એટલે કે ૧.૫ ટ્રીલિયન ડોલરનો લોસ પડે છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં જળવાયુ પરિવર્તનના લીધે ૨.૧ ટ્રિલિયન કેપિટલ લોસ ખમવી પડી છે. જીડીપી અને કેપિટલ લોસને જોડવામાં આવે તો નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોને ૧૯૯૨ના રિયો કન્વેંશન પછી ૨૧ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે. ૨૦૨૨માં કુલ ૨૦૯૦ બિલિયન ડોલરથી વધુ નુકસાન મેન્યુફેકચર્ડ કેપિટલ લોસ થયા છે.  વિશ્વએ ૧૮૧૮ બિલિયન ડોલરનો નેટ જીડીપી લોસ સહન કરવો પડયો છે.


Google NewsGoogle News