યુ.એસ. નેશનલ શેરિફસ એસોસિયેશન FBI ડીરેકટર તરીકે કાશ પટેલને આવકારે છે
- મૂળ વડોદરાનાં માતા પિતાના પુત્ર, તેવા ૪૪ વર્ષના કાશ પટેલ સૌથી પહેલા ઈન્ડિયા-અમેરિકન FBI ના ડીરેકટર બનશે
વૉશિંગ્ટન : ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ.)ના ભાવિ ડીરેકટર નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે ઈંડિયા-અમેરિકા કાશ પટેલની અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા, ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફ.બી.આઈ.)ના ડીરેકટર તરીકે પસંદ કરતા અમેરિકાના નેશનલ શેરિફસ એસોસિએશનને આવકાર આપ્યો છે.
આ અંગે સેનેટ અને નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પને લખેલા એકસરખા પત્રોમાં નેશનલ શેસિફસ એસોસિએશનના પ્રમુખ કીરેન ડૉનાહ્યુએ લખ્યું હતું કે આવા અનિશ્ચિતતા ભર્યો સમય એફ.બી.આઈ. માટે પણ કસોટી ભર્યો બની રહ્યો છે, ત્યારે કાશ પટેલ જેવી વ્યક્તિને એફ.બી.આઈ.ના ડીરેકટર તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને અમે આવકારીએ છીએ. તેઓની હજી સુધી કારકીર્દી, તેઓનું કૌશલ્ય અને સ્વભાવ પ્રતિબદ્ધતા અને અનુભવ. તેઓને આ પદ માટે યોગ્ય જ ઠરાવે છે. તેઓ પારદર્શિતા લાવી શકે તેમ છે તેમજ સમર્પણની ભાવના પ્રેરી શકે તેમ છે. સાથે સહકાર દ્વારા શ્રેષ્ઠતમ પ્રાપ્ત કરવાની પ્રતિબદ્ધતા પ્રેરી શકે તેમ છે.
તેઓની નિયુક્તિ જો નિશ્ચિત કરાશે તો તેઓ નેશનલ સિક્યુરીટી એજન્સીઝ સાથે એકરૂપ થઈને કામ કરશે તેવો અમોને વિશ્વાસ છે. કાનૂનની જાળવણી માટેની પ્રતિબદ્ધતા સાથે અન્યોની સલાહ પણ સાંભળવાની તૈયારી તે તેઓના વિશિષ્ટ ગુણો છે. અમોને વિશ્વાસ છે કે મી.પટેલ દેશના તમામ સમાજની, નાની કે મોટી દરેક વ્યક્તિના રક્ષણ માટે પ્રતિબદ્ધ જ રહેશે. આમ મૂળ વડોદરાના માતા પિતાના પુત્ર, કાશ પટેલ માટે એફ.બી.આઈ.એ જણાવ્યું હતું તે દરેક ભારતીયો માટે અને વિશેષતા દરેક ગુજરાતીઓ માટે ગૌરવપદ છે, તે નિર્વિવાદ છે.