ચીનના હાનન પ્રાંત પર યાગી વાવાઝોડું 234 કિમીની ઝડપે ત્રાટકયું, ગ્લોબલ વોર્મિગની અસર
ઉષ્ણકટિબંધિય વાવાઝોડું ત્રણ દિવસ પહેલા 90 કિમી ઝડપે હતું
હેનાનમાં, 10 મિલિયનથી વધુ લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા
બેઇજિંગ,૭ સપ્ટેમ્બર,૨૦૨૪,શનિવાર
ચીનના હોલી ડે આઇલેન્ડ હૈનાનમાં કલાકના 234 કિમીની ઝડપ ધરાવતું શકિતશાળી વાવાઝોડું યાગી ત્રાટકયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર બે લોકોના મોત જયારે અનેક લોકો ઘાયલ થયા હતા. હેનાનમાં, 10 મિલિયનથી વધુ લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા હતા. વાવાઝોડાના લીધે રસ્તા પર પાણી ભરાયા હતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા. 800,000 થી વધુ ઘરોમાં વીજળી ગૂલ થઇ હતી.
આ ચક્રવાતની હોંગકોંગ અને દક્ષિણ ચીનના કેટલાક વિસ્તારોમાં પણ અસર થઇ હતી. તકેદારીના ભાગરુપે હૈનાનના શહેરોને સુપર ટાઇફૂનની અસરથી બચાવવા માટે તમામ સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી હતી. માત્ર ૩ દિવસ પહેલા જ યાગી એક ઉષ્ણકટિબંધિય તોફાન હતું જેની ઝડપ પ્રતિ કલાક ૯૦ કિમી હતી પરંતુ દક્ષિણ ચીન સાગરમાં ગરમ પાણીના સંર્સગમાં આવતા તાકાત શકિત ગઇ હતી. ગત સપ્તાહ ફિલિપાઇન્સમાં પણ યાગીએ વિનાશ વેર્યો હતો. હેનાનથી આગળ વધીને યાગી જયારે વિયેતનામમાં પ્રવેશ કર્યો ત્યારે તેની ઝડપ કલાકના 160 કિમીની હતી.
વિયેતનામના સત્તાવાળાઓએ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ 50,000 લોકોને બહાર કાઢ્યા હતા અને કટોકટીના પગલાંમાં મદદ કરવા માટે 450,000 લશ્કરી કર્મચારીઓને તૈનાત કર્યા હતા, રોઇટર્સના અહેવાલ મુજબ ઉત્તર વિયેતનામના સૌથી વ્યસ્ત હનોઈના નોઈ બાઈ સહિત ચાર એરપોર્ટને કેટલાક કલાકો સુધી બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે 300 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. રાજધાની સહિત 12 ઉત્તરી પ્રાંતોની શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી.