યુક્રેન યુદ્ધના બે વર્ષ પૂરા : એટમિક શસ્ત્ર સજ્જ ફાઈટર પ્લેનમાં બેસી પુતિને યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કર્યુ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
યુક્રેન યુદ્ધના બે વર્ષ પૂરા : એટમિક શસ્ત્ર સજ્જ ફાઈટર પ્લેનમાં બેસી પુતિને યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કર્યુ 1 - image


- અમેરિકાએ 500 નવા પ્રતિબંધો મૂક્યા તેની પુતિનને પરવાહ નથી

- આનો ગર્ભિત અર્થ શો છે ? રાજદ્વારી અટકળો શરૂ થઈ ગઈ છે, પશ્ચિમ સામે પરમાણુ શસ્ત્રો વાપરવા પણ રશિયા તૈયાર થઈ રહ્યું છે ?

મોસ્કો : યુક્રેન યુદ્ધને બે વર્ષ થઈ ગયા છે. તે પછી રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન પરમાણુ શસ્ત્રોથી સજ્જ તેવા યુદ્ધ વિમાનમાં બેસી યુદ્ધ ક્ષેત્રનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજદ્વારી અટકળો શરૂ થઈ ગઈ છે. પહેલી વાત તો તે છે કે યુક્રેન યુદ્ધ અંગે આગ-બબુલા બની ગયેલા જો બાયડેને ૫૦૦ થી વધુ પ્રતિબંધો તેની ઉપર મુક્યા છે, પરંતુ પુતિનને તેની પરવાહ નથી. આજની યુદ્ધ વિમાનમાં પુતિનની મુસાફરી અંગેનો વિડીયો પણ પ્રદર્શિત થયો છે.

રશિયાની સરકારી ટીવી ચેનલો ઉપર પુતિનને યુદ્ધ વિમાનમાં ચઢતા હતા તે સમયનો પણ વિડીયો જાહેર કર્યો છે. કેમ્લીન જણાવે છે કે પ્રેસિડેન્ટ પુતિન ગુરૂવારે મધ્ય રશિયામાં શહેર કાઝાન એવીએશન પ્લાંટના રનવે ઉપરથી ટી.યુ. ૧૬૦ એમ ''સુપરસોનિક ફાઈટર જેટ''માં બેઠા હતા. આશરે અર્ધો કલાક આકાશમાં રહ્યા પછી તેઓ ઉતર્યા. નિરીક્ષકો કહે છે કે આ પાછળ પુતિનનો હેતુ યુક્રેન યુદ્ધને લીધે પશ્ચિમ સાથે વધી રહેલી તંગદિલીને લીધે રશિયાની પરમાણુ શક્તિ પશ્ચિમને દેખાડવાનો હતો.

રશિયામાં પ્રમુખપદ માટેની ચુંટણી ચાલી રહી છે. પરંતુ રશિયા ઉપર પુરી પકડ છેલ્લા ૨૪ વર્ષથી જમાવી દીધેલા પુતિનને પોતાના વિજયની ખાત્રી છે. તેઓ સમક્ષ ઉમેદવાર તરીકે ચુંટણીમાં ઉભા રહ્યા છે.

કાળા-સમુદ્રમાં અમેરિકાના નેતૃત્વ નીચેના પશ્ચિમની સત્તાઓમાં યુદ્ધ જહાજોની હાજરી રશિયાના કબ્જામાં રહેલા દ્વિપકલ્પ ક્રીમીયા અંગે રશિયા ચિંતિત બન્યું છે. તે સંજોગોમાં પુતિનની આ ''વિમાન-યાત્રા''એ અટકળો વધારી દીધી છે. આ સાથે રશિયાની પશ્ચિમ સરહદે નાટો દળોની ગતિવિધિ વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ ના દિને પુતિને સત્તાવાર ટીવી ઉપર રાષ્ટ્રજોગ પોતાના પ્રવચનમાં યુક્રેન વિરૂદ્ધ સૈન્ય અભિયાન શરૂ કર્યું હોવાની જાહેરાત કરી હતી.


Google NewsGoogle News