VIDEO : હવામાં જ બે વિમાનની ટક્કર થતાં સહેજ માટે રહી ગઈ, 159 લોકોના જીવ તાળવે ચોંટ્યા
Video : Twitter |
New York: છેલ્લા કેટલાક સમયથી વિમાનોમાં ખામી સર્જાતા કે પછી કોઈ અન્ય કારણોસર ઈમરજન્સી લેન્ડિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. આ કારણે ઘણી વખત મુસાફરોના જીવ અધ્ધર થઈ જતા હોય છે. ત્યારે હવે આકાશમાં જ એક મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી. થોડી ક્ષણ માટે તો યાત્રિઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો
ન્યૂયોર્કના સિરાક્યુઝ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ (Syracuse Hancock International Airport) પરના આકાશમાં બે વિમાન વચ્ચે ટક્કર થતા સહેજ માટે રહી ગઈ હતી. આ ભયાનક ક્ષણ જુલાઈની 8મીએ ઉત્તર સિરાક્યુઝ પોલીસ વિભાગની પેટ્રોલિંગ કાર પર લગાવેલા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ આ ગંભીર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
આ તારીખે બની હતી ઘટના
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બંને વિમાન કોમર્શિયલ એરલાઈન્સ કંપનીઓના હતા. એક ફ્લાઇટ PSA એરલાઇન્સ 5511 અને બીજી એન્ડેવર એર 5421 હતી. FAA દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'આ ઘટના 8 જુલાઈએ સવારે 11:50 વાગ્યે બની હતી. ATC એ PSA એરલાઇન્સ 5511ને સિરાક્યુસ હેનકોક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક વિમાનથી દૂર રહેવા માટે નિર્દેશ આપ્યો હતો. જે તે જ રનવે પરથી ટેક ઓફ કર્યું હતું.
રન-વે પર દોડતાં વિમાનનાં ટાયરો એકસાથે ફાટ્યાં : VIDEO જોવા અહીં ક્લિક કરો
બંને ફ્લાઈટને ગ્રીન સિગ્નલ આપી દીધું
એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, ટ્રાફિક કંટ્રોલે પહેલા PSA 5511ને લેન્ડિંગ માટે ગ્રીન સિગ્નલ આપ્યું, આ સમયે જ તેમણે એ જ રનવે પરથી ટેક ઓપ માટે એન્ડેવર એર 5421ને પણ ગ્રીન સિગ્નલ આપી દીધુ હતું. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ FlightRadar24ના ડેટાના રિપોર્ટ અનુસાર બંને ફ્લાઈટ વચ્ચે લગભગ 700-1000 ફૂટનું અંતર હતું. PSA એરલાઇન્સ 5511માં 75 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર હતા. જ્યારે એન્ડેવર એર 5421માં 76 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો હતા. જેમાં બે પાઈલટ અને બે ફ્લાઈટ એટેન્ડન્ટનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ટળી જતા 159 લોકો બચી ગયા હતા.