બ્રિટનમાં મહિલા દર્દીઓની જાતીય સતમાણી ગુજરાતી ડોક્ટરને વધુ બે આજીવન કેદની સજા
અગાઉ ત્રણ વખત આજીવન કેદની સજા અપાઇ હતી
૧૫ થી ૩૪ ઉંમરની યુવતીઓની ૧૧૫ વખત જાતીય સતામણી બદલ મનીશ શાહને કુલ પાંચ વખત આજીવન કેદ
(પીટીઆઇ) લંડન,
તા. ૧૧
બ્રિટનની ક્રિમિનલ કોર્ટે ગુજરાતી મૂળના ડોક્ટરને ચાર
વર્ષના ગાળામાં ૨૮ મહિલાઓની જાતીય સતામણી કરવા બદલ વધુ બે આજીવન કેદની સજા ફટકારી
છે. આ અગાઉ ત્રણ વખત આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આમ કુલ પાંચ આજીવન કેદની
સજા ફટકારવામાં આવી છે તેમ મીડિયાના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
૫૩ વર્ષીય મનીશ શાહને સોમવારે ઓછામાં ઓછા દસ વર્ષની બે આજીવન
કેદની સજા ફટકારવામાં આવી હતી. પૂર્વ લંડનમાં આવેલા ક્લિનિકમાં ચાર મહિલાઓની ૨૫
વખત જાતીય સતામણી કરવાના કેસમાં ગયા મહિને મનીશ શાહને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
શાહ પર અત્યાર સુીમાં ૧૫ થી ૩૪ ઉંમરની ૨૮ યુવતીઓની ૧૧૫ વખત
જાતીય સતામણી કરવાનો આરોપ મૂકવામાં આવ્યા છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું
કે ૨૦૦૯થી ચાર વર્ષોમાં પોતાની જાતીય સંતુષ્ટિ માટે મહિલા દર્દીઓને બિનજરૃરી
ઇન્ટીમેટ ટેસ્ટ કરાવવા માટે લોકપ્રિય હસ્તીઓના હાઇપ્રોફાઇલ કેસોનો ઉપયોગ કર્યો
હતો.
ન્યાયમૂર્તિ પીટર રુકે જણાવ્યું હતું કે શાહ મહિલાઓ માટે
ખતરો છે. તેમના વ્યવહારથી પીડિતોને લાંબા ગાળાનું મનોવૈજ્ઞાાનિક નુકસાન થયું છે.
ડિસેમ્બરની સુનાવણાીમાં કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે શાહે પોતાન વિચારશીલ અને
વધારે કાળજી રાખનારા ડોક્ટર તરીકે દર્શાવતા હતાં.
શાહની સૌથી ઓછી ઉંમરની પીડિતા ૧૫ વર્ષની હતી. શાહે તેને કેન્સર
થવાનો ભય દર્શાવી તેની જાતીય સતામણી કરી હતી. અન્ય એક પીડિતાએ જણાવ્યું હતું કે
ચૂપ રહેવા બદલ ડોક્ટરે તેની જાતીય સતામણી કરી હતી. શાહે નબળા લોેકોને નિશાન
બનાવ્યા હતાં.