Get The App

સમુદ્રમાં વધુ બે જહાજો પર હુમલો, તિરંગો નહીં પણ આ દેશનો ધ્વજ લગાવેલા ટેન્કરને બનાવ્યા નિશાન

Updated: Dec 24th, 2023


Google NewsGoogle News
સમુદ્રમાં વધુ બે જહાજો પર હુમલો, તિરંગો નહીં પણ આ દેશનો ધ્વજ લગાવેલા ટેન્કરને બનાવ્યા નિશાન 1 - image


Image Source: Twitter

- ક્રૂડ ઓઈલથી ભરેલા ટેન્કરો પર ડ્રોન હુમલો કર્યો હતો

નવી દિલ્હી, તા. 24 ડિસેમ્બર 2023, રવિવાર

વિશ્વમાં રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ વચ્ચે જમીન અને આકાશથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની આગ હવે સમુદ્ર સુધી પહોંચી ગઈ છે. બે દિવસમાં દરિયામાં એક બાદ એક સતત અનેક હુમલા કરવામાં આવ્યા છે. આ વખતે હુમલાખોરોએ લાલ સમુદ્રમાં બે જહાજોને નિશાન બનાવ્યા છે. તેમણે ક્રૂડ ઓઈલથી ભરેલા ટેન્કરો પર ડ્રોન હુમલો કર્યો હતો. આ અંગે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

અમેરિકી સેનાએ દાવો કર્યો છે કે યમનના હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાં બે જહાજો પર ડ્રોન હુમલો કર્યો છે. આ જહાજોમાં ક્રૂડ ઓઈલથી ભરેલા ટેન્કરો લાદેલા હતા. આ ટેન્કરોમાં ભારતીય ધ્વજ લગાવવામાં આવ્યો હતો પરંતુ બાદમાં આ વાત ખોટી સાબિત થઈ હતી. આ હુમલાની માહિતી મળતાની સાથે જ અમેરિકન યુદ્ધ જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. જો કે આ હુમલામાં કોઈના ઘાયલ થવાની માહિતી નથી મળી.

લાલ સમુદ્રમાં જહાજ પર થયેલા હુમલા અંગે ભારતીય નૌસેનાએ પોતાનું નિવેદન જારી કર્યું છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું કે લાલ સમુદ્રમાં જે MV સાઈબાબા જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમાં ગેબોન દેશનો ધ્વજ લગાવવામાં આવ્યો હતો. આ જહાજમાં 25 ભારતીયો હાજર હતા જે બિલકુલ સુરક્ષિત છે. તેમણે કહ્યું કે આ જહાજ પર ભારતીય તિરંગો લગાવેલો નથી.

શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે દક્ષિણ લાલ સમુદ્રમાં તેલ વાહક જહાજ MV સાંઈ બાબા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે અમેરિકાએ કહ્યું કે હુતી વિદ્રોહીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ જહાજ મધ્ય આફ્રિકન દેશ ગેબોનની એક કંપનીનું હતું. આ ઘટનાની સૂચના સૌથી પહેલા યુએસને મળી હતી. 



Google NewsGoogle News