એલર્ટ...! બર્ડ ફ્લૂનો નવો વેરિયન્ટ માનવીમાં પ્રવેશ્યો, અમેરિકાના નિષ્ણાંતે કહ્યું- હળવાશમાં ન લેતાં
H5N1 Bird Flu: છેલ્લાં ઘણાં દિવસથી અમેરિકામાં બર્ડ ફ્લૂના સામાચાર સામે આવી રહ્યાં છે. US CDC (Centers for Disease Control and Prevention)એ રૂટીન ફ્લૂ અપડેટમાં કહ્યું કે, વાયોમિંગ અને ઓહિયોમાં બે લોકોને H5N1 બર્ડ ફ્લૂના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓહિયોના દર્દીને રજા આપી દેવામાં આવી છે અને વાયોમિંગના દર્દી હજુ હોસ્પિટલમાં છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બંને દર્દીઓને શ્વાસ સંબંધિત સમસ્યા હતી.
H5N1 ખૂબ જ ગંભીર હોય શકે છે
University of Saskatchewan ના રસી તેમજ ચેપી રોગ સંગઠનના વાયરોલૉજીસ્ટ એન્જેલા રાસમુસેને કહ્યું કે, 'આનાથી જાણ થાય છે કે, H5N1 ખૂબ જ ગંભીર હોય શકે છે અને આપણે તેને હળવાશથી ન લેવું જોઈએ. હું એવા દર્દીઓમાં H5N1 સંક્રમણથી વધુ ચિંતિત છું, જેની સારવાર એવી હોસ્પિટલમાં થઈ રહી છે, જ્યાં અનેક ફ્લૂના દર્દીઓ પણ છે.'
આ પણ વાંચોઃ ગ્રીનલેન્ડમાં બરફ નીચે જેકપોટ છુપાયેલું છે, ટ્રમ્પ એને જ પામવા આકુળ-વ્યાકૂળ
જણાવી દઈએ કે, બર્ડ ફ્લૂને 15 વર્ષમાં સૌથી ખરાબ સિઝનલ ફ્લૂ પ્રકોપમાંથી એક માનવામાં આવે છે.
મરઘાં પાલનના કારણે લાગ્યો ચેપ
વ્યોમિંગ સ્વાસ્થ્ય વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, પ્લેટ કાઉન્ટી, વ્યોમિંગની એક વડીલ મહિલાઓને બીજા રાજ્યની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમની સ્વાસ્થ્ય સંબંધિત એવી સ્થિતિ છે, જે લોકોને બીમારી પ્રતિ વધારે સંવેદનશીલ બનાવી શકે છે. CDC રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, મહિલાને મરઘાં પાલન સમયે ચેપ લાગ્યો હતો. ત્યારબાદ તેનો H5N1 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. બીજી બાજુ ઓહિયો સ્વાસ્થ્ય વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, ઓહિયોના મર્સર કાઉન્ટીમાં એક શખસને મરઘાં પાલન કરવાના કારણે H5N1 રિપોર્ટ પોઝિટિવ આવ્યો.
આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફી વચ્ચે પાકિસ્તાનમાં બખેડો, 100થી વધુ પોલીસકર્મી અચાનક બરતરફ
અમેરિકામાં અત્યાર સુધી સૌથી વધુ રોગકારક એવિયન ઈન્ફલ્યુએન્ઝાના 70 કેસોની પુષ્ટિ થઈ છે. ગત વર્ષે આ પહેલીવાર ગાયમાં જોવા મળ્યું હતું.