Get The App

તાઈવાનમાં ભયાનક ભૂકંપ બાદ એક મહિલા સહિત બે ભારતીયો ગુમ, એક હજારથી વધુ ઈજાગ્રસ્ત

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
તાઈવાનમાં ભયાનક ભૂકંપ બાદ એક મહિલા સહિત બે ભારતીયો ગુમ, એક હજારથી વધુ ઈજાગ્રસ્ત 1 - image


Image Source: Twitter

Taiwan Earthquake: તાઈવાનમાં બુધવારે 25 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપમાં 10 લોકોના મોત થઈ ગયા છે અને 1,000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હવે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે, તાઈવાનમાં આવેલા આ વિનાશક ભૂકંપ બાદ એક મહિલા સહિત બે ભારતીયો ગુમ થઈ ગયા છે. તાઈવાનમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા 7.7 હતી. આ ભૂકંપના કારણે 70 લોકો વિવિધ સ્થળોએ ફસાઈ ગયા છે. તેનું કેન્દ્ર હુલિએનમાં જમીનથી 35 કિમી નીચે હતું.

અનેક બહુમાળી બિલ્ડિંગો ધ્વસ્ત

રાજધાની તાઈપેઈમાં કેટલીય બહુમાળી બિલ્ડિંગો ધ્વસ્ત થઈ ગઈ છે જેનો કોઈ હિસાબ નથી. આ પ્રકારની બિલ્ડિંગો ધ્વસ્ત થતી હોવાના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સમગ્ર તાઈવાનમાં વીજસેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ઈન્ટરનેટ આઉટેજ છે. એરપોર્ટ બંધ કરી દેવા પડયા છે.

તાઈવાનમાં 25 વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ

વીજ સેવા ખોરવાઈ જવાના લીધે શહેરોમાં દોડતી મેટ્રોની સાથે સમગ્ર તાઈવાનનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તાઈવાનનો આ ભૂકંપ છેલ્લાં 25 વર્ષનો સૌથી ભીષણ ભૂકંપ હતો. આ પૂર્વે 1999માં તાઈવાનની નોનત કાઉન્ટીમાં આવેલા ભૂકંપને લીધે 2,500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને એક લાખથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 

ભારત તાઈવાનની પડખે ઊભુ છે: PM મોદી

પીએમ નરેન્દ્ર મોદીએ તાઈવાનમાં ભૂકંપના કારણે થયેલા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે ભારત આ દુઃખની ઘડીમાં તાઈવાનના લોકોની સાથે ઊભુ છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, આજે તાઈવાનમાં આવેલા ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાનથી હું ખૂબ જ દુઃખી છું.


Google NewsGoogle News