માલદીવમાં ગેસ સિલિન્ડર ફાટવાથી બે ભારતીય નાગરિકોના મોત

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
માલદીવમાં ગેસ સિલિન્ડર ફાટવાથી બે ભારતીય નાગરિકોના મોત 1 - image


- માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સે પોલીસ સાથે આ ઘટનાની તપાસ હાથ ધરી

નવી દિલ્હા, તા. 22 ઓક્ટોબર 2023, રવિવાર

માલદીવમાં એક ગેસ સિલિન્ડર ફાટવાથી બે ભારતીય નાગરિકોના મોત થઈ ગયા છે. આ દુર્ઘટના માલદીવના હા ઢાલ એટોલ મકુનુધુમાં બની હતી. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે માછલી બજાર પાસે સ્થિત ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે આ દુ:ખદ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બે ભારતીય નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મૃતકોનીની ઓળખ થઈ ગઈ છે. બંને મૃતકો મકુનુધુ એરપોર્ટ માટે જમીન સુધારણાનું કામ કરતી કંપનીમાં કામ કરતા હતા.

માલદીવ ગેસ સિલિન્ડર બ્લાસ્ટમાં બે ભારતીય નાગરિકોના મોત

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ સમગ્ર દ્વીપ પર ગુંજી ઉઠ્યો હતો. જોરદાર વિસ્ફોટના કારણે બંને કર્મચારીઓના ચીથરે ચીથરા ઉડી ગયા અને તેમના શરીરના અંગે દૂર દૂર સુધી ફેંકાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર જારી કરાયેલી કેટલીક તસવીરોમાં બિલ્ડિંગની છતનો એક ભાગ પણ ધરાશાયી થતો નજર આવી રહ્યો છે. માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સે (MNDF) પોલીસ સાથે આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

માલદીવમાં ભારતીય હાઈ કમિશને દુઃખ વ્યક્ત કર્યું

ઈન્ડિયા ઈન માલદીવે ટ્વીટ કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે હા ઢાલ એટોલ મકુનુધુ દ્વીપ પર થયેલી દુ:ખદ ઘટનામાં બે ભારતીય નાગરિકોના મોત પર હા દુઃખ વ્યક્ત કર્યું છે. હાઈ કમિશન માલદીવના અધિકારીઓની સાથે-સાથે પીડિતોના પરિવારો સાથે સંપર્કમાં છે. 


Google NewsGoogle News