અમેરિકામાં ભારત વંશીય વિજ્ઞાનીઓ સુબ્રા સુરેશ અને અશોક ગાડગીલને 'વ્હાઇટ હાઉસ પુરસ્કાર'

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
અમેરિકામાં ભારત વંશીય વિજ્ઞાનીઓ સુબ્રા સુરેશ અને અશોક ગાડગીલને 'વ્હાઇટ હાઉસ પુરસ્કાર' 1 - image


- આ પુરસ્કાર તેઓને અપાય છે કે જેમણે એન્જિનિયરિંગ, ટેક્નોલોજી અને જીવન વિજ્ઞાનમાં નવું મૂળભૂત સંશોધન કર્યું હોય

વૉશિંગ્ટન : પ્રમુખ જો બાયડને મંગળવારે કેટલાયે લોકોને પ્રતિષ્ઠિત વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં સંશોધન કરવા માટે પદક મળ્યા હતા તેમાં બે ભારતીય વિજ્ઞાનીઓ સુબ્રા સુરેશ અને અશોક ગાડગીલ સમાવિષ્ટ છે.

'નેશનલ સાયન્સ ફાઉન્ડેશન'ના પૂર્વ પ્રમુખ સુબ્રા સુરેશ બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઑફ એન્જિનિયરીંગમાં પ્રોફેસર છે તેઓને એન્જિયિરિંગ, ફિઝીક્સ અને બાયોલોજીનું સંયુક્ત કરી અન્ય વિષયોમાં પ્રયોગો કઈ રીતે આગળ વધારવા તે વિષે આ પદક અપાયું છે. તેમજ 'સાયન્સ એન્ડ ટેક્નોલોજી મેડલ્સ ફાઉન્ડેશન'ની ઘોષણામાંથી આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગીને સંશોધન અને સહયોગ સ્થાપવામાં તેઓની પ્રતિબદ્ધતા માટે આ પુરસ્કાર અપાયો છે.

બ્રાઉન યુનિવર્સિટીનું નિવેદન જણાવે છે કે, આ ઘણું સંતોષજનક છે અમને ે તે સન્માન માટે ગર્વ છે. ૧૯૫૬માં ભારતમાં જન્મેલા સુરેશે ૨૫ વર્ષમાં જ પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી તે પણ મેસેચ્યુસેટસ ઇન્સ્ટીટયૂટ ઓફ ટેક્નોલોજીમાં તેમણે બે વર્ષમાં જ પીએચડી પ્રાપ્ત કરી.

અશોક ગાડગીલ યુસી બર્કલમાં સિવિલ અને પર્યાવરણ એન્જિનિયરિંગના એક પ્રતિષ્ઠિત પ્રોફેસર એમેરિટ્સ છે. (પ્રોફેસર એમિરેટ્સ એટલે નિવત્તિ પછી પણ જીવે ત્યાં સુધી જેને 'પીએચડી'ના ગાઇડ તરીકે માન્ય રખાય છે તેઓએ વિકાસશીલ દુનિયાના સૌથી કઠોર સમસ્યાઓના ઉકેલ માટે તદ્દન ઓછા ખર્ચના સાધનો વિકસાવ્યા છે તેમાં સુરક્ષિત પેયજલ ટેકનિક, ઉર્જા બચાવે તેવો સ્ટવ અને ઓછી કિંમતે વીજળી ઉત્પન્ન કરે તેવા ઉપાયો સામેલ છે.


Google NewsGoogle News