ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકોને મળ્યું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન, અમેરિકન રાષ્ટ્રપતિએ કર્યો મેડલ એનાયત

બે ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલ અને સુબ્રા સુરેશ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકોને મળ્યું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન, અમેરિકન રાષ્ટ્રપતિએ કર્યો મેડલ એનાયત 1 - image
Image : twitter

Two Indian-american scientists honored : અમેરિકાના વ્હાઈટ હાઈસ ખાતે બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિકોને રાષ્ટ્રપતિ જો બાયડેન (Joe Biden) દ્વારા નેશનલ ટેક્નોલોજી એન્ડ ઈનોવેશન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક (the highest honor) સન્માન છે.

વ્હાઈટ હાઉસ ખાતે મેડલ એનાયત કરવામાં આવ્યો

અમેરિકિ રાષ્ટ્રપતિ (US President) જો બાયડેને ગઈકાલે વ્હાઈટ હાઉસ (White House)માં બે ભારતીય અમેરિકન વૈજ્ઞાનિક અશોક ગાડગીલ (Ashok Gadgil) અને સુબ્રા સુરેશ (Subra Suresh)ને નેશનલ મેડલ ઓફ ટેકનોલોજી એન્ડ ઈનોવેશન અને નેશનલ મેડલ ઓફ સાયન્સ એનાયત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વૈજ્ઞાનિકોએ જીવનરક્ષક તબીબી સારવારને સક્ષમ કરવા, એપીયોઈડ રોગચાળા સામે લડવામાં મદદ કરવા અને ખાદ્ય સુરક્ષામાં સુધારો કરવા વગેરે સહિત ઘણી શોધ કરી છે. 

આ સર્વોચ્ચ સન્માનની શરુઆત 1959માં થઈ હતી

નેશનલ મેડલ ઓફ સાયન્સ એ રાષ્ટ્રનું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન છે, જેની સ્થાપના (established) યુએસ કોંગ્રેસ (US Congress) દ્વારા 1959માં કરવામાં આવી હતી અને યુએસ નેશનલ સાયન્સ ફાઉન્ડેશન (National Science Foundation) દ્વારા તેનું સંચાલન (administered by) કરવામાં આવે છે. આ યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ દ્વારા જીવન વિજ્ઞાન, કમ્પ્યુટર વિજ્ઞાન, શૈક્ષણિક વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ભૂવિજ્ઞાન, ગાણિતિક અને ભૌતિક વિજ્ઞાન અને સામાજિક, વ્યવહારિક અને આર્થિક વિજ્ઞાનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે વિશેષ માન્યતાને પાત્ર (special recognition) વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે.

ભારતીય મૂળના બે વૈજ્ઞાનિકોને મળ્યું સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન, અમેરિકન રાષ્ટ્રપતિએ કર્યો મેડલ એનાયત 2 - image


Google NewsGoogle News