Get The App

દુશ્મને રેડ લાઇન ક્રોસ કરી: નેતન્યાહૂના ઘર પર બોમ્બથી હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈઝરાયલ

Updated: Nov 17th, 2024


Google NewsGoogle News
Benjamin Netanyahu


Israeli PM Benjamin Netanyahu House was Attacked: ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના ઘર પર એક જ મહિનાની આસપાસ જ આ બીજો હુમલો છે. આ વખતે હુમલાખોરોએ ઉત્તરી ઈઝરાયલના શહેર સીઝેરિયામાં નેતન્યાહૂના ઘર પર બે ફ્લેશ બોમ્બ ફેંક્યા હતા. જોકે, સદનસીબે બોમ્બ ઘરની બહારના બગીચામાં પડ્યા હતા અને ઘરમાં કોઈ હાજર નહોતું, જેના કારણે કોઈ જાનહાની થઈ નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. હાલના હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી.

ઓકટોબર મહિનામાં પણ થયો હતો હુમલો 

આ પહેલા 19 ઓકટોબરે પણ નેતન્યાહૂના ઘરને ડ્રોન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. જેના કારણે કોઈ નુકસાન થયું ન હતું. ઉત્તરમાં, ઈઝરાયલી સેના ઓક્ટોબર 2023 થી લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે યુદ્ધ કરી રહી છે. હાલમાં શનિવારની ઘટનાની જવાબદારી કોઈએ લીધી નથી.

ઈઝરાયલના સંરક્ષણમંત્રીએ સુરક્ષા એજન્સીને જરૂરી પગલાં લેવા જણાવ્યું 

ઈઝરાયલના સંરક્ષણમંત્રી કાત્ઝે રવિવારે વહેલી સવારે ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ ઘટના દુશ્મન રેડ લાઇન ક્રોસ કરી ગયો છે. કાત્ઝે સુરક્ષા અને ન્યાયિક એજન્સીઓને પણ જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.

આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં પણ સુરક્ષિત નથી 

આ પહેલા ઓક્ટોબરમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાનના પ્રોક્સી હિઝબુલ્લાહે સીઝેરિયા શહેરમાં મારા ઘર પર ડ્રોન હુમલો કરીને મને અને મારી પત્નીને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ એ હકીકતને ઉજાગર કરી હતી કે ઈઝરાયલ પાસે અત્યંત આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ હોવા છતાં તે ડ્રોનથી સુરક્ષિત નથી.

આ પણ વાંચો: ચંદ્ર પર બનશે ત્રણ માળનું ઘર, અંતરીક્ષયાત્રીઓને મળશે કિચનથી લઈને કોમ્પ્યુટરનું સુવિધા

આ કારણોસર ઈઝરાયલ ડ્રોન હુમલો રોકી શકતું નથી 

ઈઝરાયલ પાસે મિસાઇલોને શોધવા અને અટકાવવા માટે વિશ્વની શ્રેષ્ઠ સિસ્ટમ છે જે 1,000 માઇલ પ્રતિ કલાકથી વધુની ઝડપે અંતર કાપી શકે છે. પરંતુ તેની રડાર સિસ્ટમને માનવરહિત એરક્રાફ્ટ (જેમાં ડ્રોનનો સમાવેશ થાય છે) શોધવાનું વધુ પડકારજનક લાગે છે. જે કેટલીકવાર 100 માઇલ પ્રતિ કલાકથી પણ ધીમી ગતિએ મુસાફરી કરે છે. 

તેમજ ડ્રોન ઘણીવાર ઓછી ધાતુના બનેલા હોય છે તેમજ તે રોકેટ અને શેલ કરતાં ઓછી ગરમી ઉત્પન્ન કરે છે. આ કારણે પણ તેને શોધી શકાતા નથી. 

આ સિવાય ઈઝરાયલમાં ઘણા નાના ખાનગી વિમાનો ચાલે છે અને તે ડ્રોનની જેમ ઓછો ઊંચાઈએ અને ઓછી ઝડપે ઉડે છે આથી દુશ્મનના ડ્રોનને ક્યારેક ઈઝરાયલના એરક્રાફ્ટ પણ સમજી લેવામાં આવે છે. આવી સ્થિતિમાં ઈઝરાયલ ડ્રોનના હુમલા રોકી શકાતું નથી.

દુશ્મને રેડ લાઇન ક્રોસ કરી: નેતન્યાહૂના ઘર પર બોમ્બથી હુમલા બાદ ગુસ્સે ભરાયું ઈઝરાયલ 2 - image


Google NewsGoogle News