ટ્રેઈની વિમાન ચાલુ ઉડાને પેસેન્જર પ્લેનમાં ઘૂસી ગયું, નૈરોબીમાં 2નાં મોત, 44નો આબાદ બચાવ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
ટ્રેઈની વિમાન ચાલુ ઉડાને પેસેન્જર પ્લેનમાં ઘૂસી ગયું, નૈરોબીમાં 2નાં મોત, 44નો આબાદ બચાવ 1 - image


Plane Crash : કેન્યાની રાજધાની નૈરોબી (Nairobi)માં મંગળવારે એક ટ્રેઈની પાઈલટ અને ટ્રેનરનું મોત થયું હતું. ટ્રેનિંગ દરમિયાન તેમનું પ્લેન પેસેન્જર પ્લેન સાથે અથડાયું હતું. કેન્યાના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સવારે સ્થાનિક કેરિયર સફારીલિંક (carrier Safarilink) અને 99 ફ્લાઈંગ ટ્રેનિંગ સ્કૂલનું વિમાન ચાલુ ઉડાને જ અથડાતા આ ભયાનક ઘટના બની હતી.

પ્લેન કેન્યાના દરિયાકાંઠે ડિયાની તરફ જઈ રહ્યું હતું

આ ઘટનાની નૈરોબી પોલીસ એડમસન બુંગાઈએ ટેક્સ્ટ સંદેશ દ્વારા મૃત્યુની પુષ્ટિ કરી હતી, જો કે તેમણે વધુ વિગતો આપી ન હતી. સફારીલિંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્લેન, પ્લેન ટેકઓફના થોડા સમય બાદ જ જોરદાર ધડાકો થયો હતો, પ્લેન કેન્યાના દરિયાકાંઠે ડિયાની તરફ જઈ રહ્યું હતું અને તેમાં 44 લોકો સવાર હતા. જો કે સદનસીબે ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત રહ્યા હતા.

ક્રેશની ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવાઈ

એક રિપોર્ટ મુજબ આ ઘટનાને સંબંધિત એજન્સીઓને જાણ કરવામાં આવી છે અને સફારીલિંક અને એવિએશન સાથે મળીને ઘટનાની તપાસ કરી રહી છે. 99 ફ્લાઈંગ સ્કૂલે એક સમાચાર એજન્સીને ફોન કોલ દ્વારા ઘટનાની જાણ કરી હતી પણ વધુ વિગતો આપવાનો ઈનકાર કર્યો હતો. કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે ક્રેશની ઘટનાનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સફારીલિંક કેન્યા, પડોશી તાંઝાનિયા અને ઝાંઝીબારમાં 18 સ્થળોએ ઉડાન ભરે છે.

ટ્રેઈની વિમાન ચાલુ ઉડાને પેસેન્જર પ્લેનમાં ઘૂસી ગયું, નૈરોબીમાં 2નાં મોત, 44નો આબાદ બચાવ 2 - image


Google NewsGoogle News