Get The App

ઈઝરાયલે બ્રિટનના 2 સાંસદને દેશમાં ઘૂસવા ન દીધા, એરપોર્ટ પર પકડી ડિપોર્ટ કર્યા, મામલો ગરમાયો

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
ઈઝરાયલે બ્રિટનના 2 સાંસદને દેશમાં ઘૂસવા ન દીધા, એરપોર્ટ પર પકડી ડિપોર્ટ કર્યા, મામલો ગરમાયો 1 - image


Israel Stop 2 British MP | ઈઝરાયલે હવે બ્રિટન સામે જ બાંયો ચઢાવી હોય તે પ્રકારની કાર્યવાહી કરતાં બ્રિટનના બે સાંસદોની એરપોર્ટ પર જ અટકાયત કરી લીધી અને તેમને ડિપોર્ટ કરી દેવાયાની માહિતી મળી રહી છે. તેમને દેશમાં ઘૂસવા ન દીધા. આ મામલે બ્રિટન તરફથી કડક પ્રતિક્રિયા સામે આવી છે. 

જાણો શું છે મામલો 

બ્રિટનના વિદેશ સચિવ ડેવિડ લેમીએ કહ્યું કે ઈઝરાયલ દ્વારા અમારા બે બ્રિટિશ સાંસદોની અટકાયત કરવી અને તેમને દેશમાં પ્રવેશતા રોકવા એ અસ્વીકાર્ય અને ગંભીર ચિંતાનો વિષય છે. બ્રિટનની સત્તાધારી લેબર પાર્ટીના બે સાંસદ યુઆન યાંગ અને અબ્તિસામ મોહમ્મદ લંડનથી ઈઝરાયલ જવા રવાના થયા હતા પણ તેમણે ઈઝરાયલી અધિકારીઓએ એરપોર્ટ પર પકડી લીધા અને પાછા ડિપોર્ટ કરી દીધા. 

ઈઝરાયલ સામે બ્રિટન ગુસ્સે 

એક સત્તાવાર નિવેદનમાં લેમીએ કહ્યું કે ઈઝરાયલનું કૃત્ય અસ્વીકાર્ય, પ્રતિકૂળ અને ગાઢ ચિંતાનો વિષય છે. મેં ઈઝરાયલ સરકારમાં મારા સમકક્ષને કહી દીધું છે કે આવું વર્તન ચલાવી નહીં લેવાય. હાલ બંને સાંસદો અમારા સંપર્કમાં છે અને તેમને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. લેમીએ કહ્યું કે અમારી સરકાર ગાઝા અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને ગાઝામાં જારી હિંસાનો અંત લાવવા માટે વાતચીતને આગળ વધારવાનો છે. 

Tags :