Get The App

'જરૂર પડશે તો ઈઝરાયલમાં ઘૂસી જઇશું..' યુદ્ધમાં 'ખતરનાક' દેશની એન્ટ્રીથી USનું પણ ટેન્શન વધ્યું!

Updated: Jul 29th, 2024


Google NewsGoogle News
Tayyip Erdogan
image:ians

Israel-Palestine war: ઈઝરાયલ અને પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે હવે તૂર્કીયેએ એન્ટ્રી કરી છે. તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને કહ્યું કે, 'પેલેસ્ટાઈન અને ગાઝાના લોકોની મદદ માટે અમે ઈઝરાયલમાં પણ ઘૂસી જઈશું. અમે ભૂતકાળમાં પણ લીબિયા અને નાગોર્નો-કારાબાખ જેવા દેશોમાં ઘૂસીને પાઠ ભણાવી ચૂક્યા છીએ.' આ જાહેરાતથી ઈઝરાયલની સાથે સાથે હવે અમેરિકા પર ટેન્શનમાં આવી ગયું છે કેમ કે જો તૂર્કીયે સીધી રીતે ઈઝરાયલ પર આક્રમણ કરે તો ગાઝા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે અને એટલા માટે જ અમેરિકાએ પણ તેમાં એન્ટ્રી કરવી પડી શકે છે. કેમ કે ઈઝરાયલ અને અમેરિકા પાક્કા મિત્ર અને સમર્થક દેશો ગણાય છે. હાલમાં જ નેતન્યાહૂ  અમેરિકાની મુલાકાતે ગયા હતા અને તેમણે અમેરિકાની સંસદમાં જ હમાસના ખાત્માનું વચન ફરી દોહરાવ્યું હતું. 

એર્દોગાને મુંઝવ્યાં!

તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને આ વાત કયા સંદર્ભમાં કહી હતી તે સ્પષ્ટ નહોતું કર્યું. તે આ યુદ્ધમાં હસ્તક્ષેપ વિશે વાત કરી રહ્યા હતા કે નહીં તેની ચોખવટ થઈ શકી નથી. ગાઝામાં ઈઝરાયલના આક્રમણના કટ્ટર ટીકાકાર રહી ચૂકેલા એર્દોગાને તેમના દેશના ડિફેન્સ સેક્ટરની પ્રશંસા કરતાં ભાષણ દરમિયાન યુદ્ધ પર ચર્ચા શરૂ કરી હતી. 

આ પણ વાંચો: ઈઝરાયલ પર સાત ઓકટોબર બાદ સૌથી મોટો હુમલો: ફૂટબોલ રમતા બાળકોના મોત, હવે થશે 'મહાયુદ્ધ'?


લીબિયા જેવું જ ઈઝરાયલમાં કરીશું 

એર્દોગાને તેમના ગૃહનગર રાઈઝમાં તેમની સત્તારૂઢ એકે પાર્ટીની એક બેઠકમાં કહ્યું કે, 'આપણે મજબૂત થવું પડશે. જેથી ઈઝરાયલ પેલેસ્ટાઈન સાથે વધારે પડતું ખોટું ન કરી શકે. આપણે ભૂતકાળમાં કારાબાખમાં એન્ટ્રી કરી હતી, લીબિયામાં એન્ટ્રી મારી હતી એ જ રીતે આપણે હવે ઈઝરાયલમાં પણ આવું જ કરી શકીએ છીએ.'

તુર્કીયે લીબિયા અને નાગોર્નો-કારાબાખમાં ક્યારે ઘૂસ્યું હતું?

રાષ્ટ્રપતિ એર્દોગને તે ઘટનાનો ઉલ્લેખ કર્યો જેમાં યુએન દ્વારા માન્યતા પ્રાપ્ત લીસબિયા સરકારના સમર્થનમાં તુર્કીયેએ તેના સૈનિકોને લીબિયા મોકલ્યા હતા. લીબિયાના વડાપ્રધાન અબ્દુલ હમીદ અલ-દબીબાની સરકારને તુર્કીયેનું સમર્થન છે. તુર્કીયે નાગોર્નો-કારાબાખમાં અઝરબૈજાનને કોઈપણ સીધી સહાયમાં તેની ભૂમિકાને નકારવાનું ચાલુ રાખે છે, પરંતુ ગયા વર્ષે સ્વીકાર્યું હતું કે તે નાગોર્નો-કારાબાખમાં તેના નજીકના સાથીને ટેકો આપવા માટે લશ્કરી તાલીમ અને આધુનિકીકરણ વધારશે. અહીં તુર્કીયેએ સ્પષ્ટ રીતે કહ્યું નથી પરંતુ નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે તેણે નાગોર્નો-કારાબાખમાં તેની સેના પણ મોકલી છે.

શા માટે તુર્કીયે ઇઝરાયલમાં સૈનિકો મોકલવા તૈયાર છે?

તુર્કીયે એક સમયે ઇસ્લામિક શાસનનું સૌથી મોટું કેન્દ્ર હતું. રાષ્ટ્રપતિ એર્દોગાનફરી એકવાર ઇસ્લામના સૌથી મોટા નેતા બનીને વિશ્વભરના ઇસ્લામિક દેશોને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેથી તેઓ ફરી એકવાર ઇસ્લામિક દેશોના નેતાની ભૂમિકામાં પોતાના દેશને સ્થાપિત કરી શકે. ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ આ સમયે ઈસ્લામિક દેશો માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે અને જો કોઈ દેશ ઈઝરાયેલ વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરે છે તો તેને મુસ્લિમ દેશોનું સમર્થન મળે છે. એટલા માટે તુર્કીયે અને અન્ય ઇસ્લામિક દેશો પેલેસ્ટાઇનને સમર્થન આપવાનો પ્રયાસ કરે છે.

'જરૂર પડશે તો ઈઝરાયલમાં ઘૂસી જઇશું..' યુદ્ધમાં 'ખતરનાક' દેશની એન્ટ્રીથી USનું પણ ટેન્શન વધ્યું! 2 - image


Google NewsGoogle News