Get The App

મિડલ ઈસ્ટમાં ભડકો! 12 સૈનિકોના મૃત્યુથી અકળાયેલા તૂર્કીએ ઈરાક-સીરિયામાં સક્રિય કુર્દીશો પર ભયંકર હુમલા કર્યા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વધુ એક ભીષણ યુદ્ધ ભડકવાના એંધાણ!

કુર્દિશ્તાન વર્કર્સ પાર્ટીને તૂર્કી અને તેના સહયોગી દેશોએ આતંકી સંગઠન જાહેર કર્યું છે

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
મિડલ ઈસ્ટમાં ભડકો! 12 સૈનિકોના મૃત્યુથી અકળાયેલા તૂર્કીએ ઈરાક-સીરિયામાં સક્રિય કુર્દીશો પર ભયંકર હુમલા કર્યા 1 - image


Middle East News | ઉત્તર ઈરાકમાં છેલ્લાં બે દિવસમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી કરાયેલા અલગ અલગ હુમલાઓમાં તૂર્કીના ઓછામાં ઓછા 12 સૈનિકો માર્યા ગયા હતા. તૂર્કીના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી. તૂર્કી ઈરાકી મિલિશિયા સંગઠન કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (PKK) વિરુદ્ધ દાયકાઓથી યુદ્ધ લડી રહ્યું છે. તેણે છેલ્લાં 25 વર્ષોમાં ઉત્તર ઈરાકમાં અનેક ડઝન સૈન્ય ચોકીઓ બનાવી હતી અને તેનું સંચાલન પણ કરે છે. 

PKKને આતંકી સંગઠન જાહેર કરાયું છે 

તૂર્કી અને તેના અનેક પશ્ચિમી સહયોગીઓએ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને આતંકી સંગઠન જાહેર કર્યું છે. આ સંગઠનને તૂર્કી અને યુરોપના અનેક દેશોને બ્લેક લિસ્ટમાં નાખી દીધું છે. તૂર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને ઉત્તર ઈરાક અને સીરિયામાં આતંકીઓ વિરુદ્ધ જવાબી કાર્યવાહીનું આહ્વાન કર્યું છે. તેના બાદ તૂર્કીની વાયુસેનાએ રવિવારે ઈરાક અને સીરિયાના અનેક વિસ્તારોમાં બોમ્બમારો કર્યો હતો. 

એર્દોગાનનું જવાબી કાર્યવાહી કરવા આહ્વાન 

એર્દોગાને કહ્યું કે અમારા સૈનિકોના બલિદાન વેડફાશે નહીં. ભાગલવાદી મિલિશિયાથી બદલો લેવામાં આવશે. જ્યાં સુધી છેલ્લાં આતંકીનો પણ સફાયો નહીં કરી દઈએ અમે રોકાવાના નથી. અમે આતંકવાદ પર ધરમૂળથી પ્રહાર કરવાની અમારી રણનીતિ પર અડગ છીએ.

મિડલ ઈસ્ટમાં ભડકો! 12 સૈનિકોના મૃત્યુથી અકળાયેલા તૂર્કીએ ઈરાક-સીરિયામાં સક્રિય કુર્દીશો પર ભયંકર હુમલા કર્યા 2 - image


Google NewsGoogle News