DNIનું સુકાન સંભાળતા પહેલા તુલસી ગાબાર્ડે અક્ષરધામમાં કર્યા દર્શન, ભાવુક પોસ્ટથી જીત્યા દિલ
Tulsi Gabbard Visited Akshardham: અમેરિકાની પહેલી હિન્દુ સાંસદ અને નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર (DNI) નિમાયેલા તુલસી ગાબાર્ડે અક્ષરધામ મંદિર પહોંચી પૂજા-અર્ચના કરી હતી. તેઓએ મંદિર પરિસરની પોતાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જણાવી દઈએ કે, તુલસી ગાબાર્ડ રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વિશ્વાસુ સાથીમાંથી એક છે. ટ્રમ્પે તેઓને DNIની જવાબદારી સોંપી છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પને ઝટકો! એડલ્ટ સ્ટારને પૈસા આપવાના કેસમાં જજે કહ્યું- સજા તો થશે જ
સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ
ન્યૂયોર્ક સ્થિત અક્ષરધામમાં દર્શન-પૂજન કર્યા બાદ તેઓએ પોસ્ટ કરી, 'પ્રતિષ્ઠિત અક્ષરધામ મંદિર યુએસએની ગત રાત્રે મુલાકાત લેવી મારા માટે સૌભાગ્યની વાત રહી. હું દેશભરમાંથી એકત્ર થયેલાં હિન્દુ નેતાઓ, રૉબિન્સવિલેના મેયર અને પરિષદના સભ્યો અને એકતાની વિશેષ સાંજ માટે એકત્ર થયેલા હજારો લોકોના ઉષ્માભર્યા સ્વાગત માટે આભારી છું.' તુલસી ગાબાર્ડી આ પોસ્ટથી અમેરિકાના હજારો હિન્દુઓનું દિલ જીતી લીધું હતું.
તુલસી ગાબાર્ડે હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો
વિશ્વ શાંતિ અને એકતા માટે આ એક એવી સાંજ હતી, જેમાં દુનિયાભરના હિન્દુઓ અને તેમના ધર્મ ગુરૂઓનો જમાવડો હતો. હિન્દુ ધર્મગુરૂઓએ અને તેમના સમૂહોએ તુલસી ગાબાર્ડનું જોરદાર સ્વાગત કર્યું હતું. હિન્દુઓ અને તેના ધર્મગુરૂઓના આ સ્વાગતથી તુલસી ગાબાર્ડ ભાવુક થઈ ગયા હતાં. આ કાર્યક્રમમાં તેઓએ પોતે પણ હિન્દુ હોવાનો ગર્વ અનુભવ્યો હતો.
આ પણ વાંચોઃ કેનેડામાં ઉથલપાથલના એંધાણ! ડેપ્યુટી PMના રાજીનામાં બાદ 'મિત્ર'એ પણ ટ્રુડોને આપ્યો દગો
જણાવી દઈએ કે, તુલસી ગાબાર્ડ 2022 સુધી ડેમોક્રેટિક પાર્ટીમાં સામેલ હતાં અને તે પણ રાષ્ટ્ર પ્રમુખ પદ 2024 માટે દાવેદાર હતાં. પરંતુ બાદમાં તેઓએ પોતાનો દાવો છોડી ટ્રમ્પનો સાથ આપ્યો.