Get The App

પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર તોપોની ગર્જના, TTPએ બદલો લીધો

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
Pakistan Army


Pakistan Army Taliban War TTP: પાકિસ્તાન તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ પર ખૂબ કડક બન્યું છે. જેઓ છેલ્લા ઘણા મહિનાઓથી પાકિસ્તાની સૈનિકોને મારી રહ્યા છે. આ જ કારણ છે કે 2 દિવસ પહેલા પાકિસ્તાને અચાનક અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો. આ પછી TTPએ વચન આપ્યું હતું કે તે પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપશે. એવું જ થયું, TTP આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના હવાઈ હુમલાનો લોહિયાળ બદલો લીધો છે.

TTP દ્વારા ઘણા હુમલા કરવામાં આવ્યા છે 

TTPએ પાકિસ્તાની સેના પર ઘણી જગ્યાએ જોરદાર હુમલા કર્યા. જેમાં એક પાકિસ્તાની મેજરનું મોત થયું છે. પાકિસ્તાની સેનાએ એક નિવેદન જારી કરીને સ્વીકાર્યું છે કે TTP દ્વારા ઘણા હુમલા કરવામાં આવ્યા છે અને ઉત્તર વઝીરિસ્તાનમાં તેના મેજર રેન્કના અધિકારીનું મૃત્યુ થયું છે.

પાકિસ્તાન સેનાએ 13 આતંકવાદીઓને ઠાર કર્યા

TTP વિરુદ્ધ ક્રૂર હુમલો કરનાર પાકિસ્તાન સેનાએ 13 આતંકવાદીઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેના પર હુમલાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. પાકિસ્તાની સેનાએ પોતાના નિવેદનમાં કહ્યું કે આતંકીઓને જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે. આ દરમિયાન સરહદ પર ભારે તણાવ છે. અગાઉ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 46 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો હતા.

આ પણ વાંચો: ભારતના દુશ્મનનો અંત, મુંબઈ હુમલાનો દોષિત અને LeTના ડેપ્યુટી ચીફનું હાર્ટએટેકથી મોત

ઘણી જગ્યાએ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું 

એક ન્યૂઝ એજન્સીએ સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ને ટાંકીને કહ્યું કે બન્નુ જિલ્લામાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આતંકવાદીઓના ઠેકાણાને ચોક્કસ નિશાન બનાવવામાં આવ્યું હતું અને એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમજ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં વધુ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારે ગોળીબાર દરમિયાન સેનાના એક અધિકારી અને 5 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ સિવાય 8 આતંકીઓ પણ ઘાયલ થયા છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનની સરહદ પર તોપોની ગર્જના, TTPએ બદલો લીધો 2 - image


Google NewsGoogle News