Get The App

જાપાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ 'સુનામી એલર્ટ' જાહેર કરાયો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
જાપાનમાં 6.3ની તીવ્રતાનો ભૂકંપ 'સુનામી એલર્ટ' જાહેર કરાયો 1 - image


- તાઇવાનમાં થયેલા ધરતીકંપના બીજા દિવસે જ ફાર-ઇસ્ટમાં ફરી ભૂકંપ : જો કે જાપાને તેનાં મકાનો ભૂકંપ સામે ટકે તેવાં બનાવ્યાં છે

ટોક્યો : તાઇવાનમાં લાગેલા ૭.૪ની તીવ્રતાના ભૂકંપના બીજા જ દિવસે આજે ગુરુવારે જાપાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ થયો છે, તેના પરિણામે સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપતાં યુરોપીયન મેડીટરેનિયન સીસ્મોલોજિકલ સેન્ટર જણાવે છે કે જાપાનના મુખ્ય ટાપુના ઉત્તરે પૂર્વ - તટે રહેલા હોન્શુમાં સૌથી જોરદાર આંચકા લાગ્યા હતા.

આ ધરતીકંપ ૩૨ કિ.મી.ની ઊંડાઈએ થયો હતો. પરંતુ તેનું એપી સેન્ટર ૪૦ કિ.મી. ઊંડે હતું. આ ભૂકંપને લીધે પાટનગર ટોકિયોમાં પણ ધરા ધ્રૂજી હતી.

ફૂકીશીમા ન્યૂકિલયર પાવર પ્લાન્ટનું સંચાલન કરતાં એકમ ્ઈઁર્ભં એ જણાવ્યું હતું કે, હજી સુધી આ પાવર પ્લાન્ટમાં કશી અસામાન્યતા દેખાઈ નથી.

આ ૧૨ કરોડ ૫૦ લાખની વસ્તી ધરાવતાં ટાપુ રાષ્ટ્રમાં દર વર્ષે મંદ તીવ્રતાવાળા ૧૫૦૦ જેટલી ધૂ્રજારીઓ થાય છે. જો કે મોટા ભાગની તો ઘણી જ મંદ હોય છે. યુ.એસ. જીયોલોજિકલ સર્વે ભૂકંપની તીવ્રતા ૬.૧ હોવાનું જણાવે છે. તે ૪૦.૧ કિ.મી.ની ઊંડાઈએ થયો હોવાનું પણ કહે છે.

જો કે આ ધરતીકંપને લીધે જાન-માલની નુકસાન વિષે હજી સુધી કોઈ માહિતી મળી નથી. સાથે તે પણ ઉલ્લેખનીય છે કે ટેકનીકલ ઘણા જ એડવાન્સ્ડ તેમાં આ ટાપુ રાષ્ટ્રે તેનાં મકાનો તેમજ અન્ય બાંધકામ ભૂકંપ સામે ટકી શકે તેવા બનાવ્યા છે.

બુધવારે તાઇવાનમાં થયેલ ૭.૪ની તીવ્રતાના ભૂકંપની અસર ચીનની તળ ભૂમિ ઉપર ઉત્તરે છેક શાંઘાઈ સુધી અને પૂર્વે જાપાન તથા ફીલીપાઇન્સ સુધી થઇ હતી.

આ પૂર્વે ૨૦૧૧માં માર્ચ મહિનામાં થયેલા ૯ અંકના પ્રચંડ ભૂકંપને લીધે જાપાનનો સમગ્ર ઉત્તર પૂર્વ તટ ધૂ્રજી ઉઠયો હતો. સાથે પ્રચંડ સુનામી આવતા કુલ ૧૮૫૦૦નાં મૃત્યુ થયા હતા. કે તેઓ ગૂમ થયાં હતાં.

ટૂંકમાં છેલ્લા બે દિવસથી ફાર-ઇસ્ટમાં ધરતીકંપોથી ધરા ધ્રૂજી રહી છે.


Google NewsGoogle News