Get The App

યુરોપિયન યુનિયન અને કેનેડાને ટ્રમ્પની ચોખ્ખીચટ - 'ટેરિફનો જવાબ વધુને વધુ ટેરિફથી મળશે'

Updated: Mar 13th, 2025


Google News
Google News
યુરોપિયન યુનિયન અને કેનેડાને ટ્રમ્પની ચોખ્ખીચટ - 'ટેરિફનો જવાબ વધુને વધુ ટેરિફથી મળશે' 1 - image


Donald Trump :  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન યુનિયનની આવતી વસ્તુઓ પર વધુને વધુ ટેરિફ લગાવવાની ધમકી આપી દીધી છે જેના લીધે વૈશ્વિક સ્તરે વેપાર યુદ્ધ વધવાની આશંકા વધી ગઇ છે. જોકે અમેરિકાના મુખ્ય વ્યાપારિક ભાગીદારોએ કહ્યું કે અમે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા પહેલાથી લાદેલા વેપાર અવરોધોનો યોગ્ય જવાબ આપીશું. 

ટ્રમ્પની મોટી ધમકી 

અહેવાલ મુજબ ટ્રમ્પ ટ્રમ્પે કહ્યું કે જો યુરોપિયન યુનિયન આગામી મહિને અમુક અમેરિકન વસ્તુઓ પર જવાબી ટેરિફ કે ટેક્સ લાદવાની યોજના પર અમલ કરશે તો અમે પણ વધુને વધુ ટેરિફ લાદવા તૈયાર છીએ. તે અમારાથી જેટલો પણ ટેક્સ વસૂલશે અમે તે પાછો લઈ લઈશું. 

વેપાર જગત નિરાશ! 

ટેરિફ પર ભાર મૂકતા ટ્રમ્પે રોકાણકારો, ગ્રાહકો અને વેપાર જગતના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે અને મંદીની આશંકા સતત વધતી જઇ રહી છે. તેમણે પાડોશી દેશ કેનેડાને અમેરિકામાં ભેળવી દેવાની વારંવાર ધમકી આપીને સંબંધોને પણ બગાડી નાખ્યા છે.  

યુરોપિયન યુનિયન અને કેનેડાનો શું છે પ્લાન! 

ઉલ્લેખનીય છે કે યુરોપિયન યુનિયન પહેલાથી કહી ચૂક્યું છે કે અમે ટ્રમ્પને એમની જ ભાષામાં જવાબ આપવા માટે તૈયાર છીએ અને અમેરિકાના ટેરિફ સામે અમે પણ ટેરિફ લાદીશું.  જ્યારે કેનેડાના નાણા મંત્રી ડોમિનિક લેબ્લાંક કહે છે કે અમારા પ્રતિષ્ઠિત સ્ટીલ અને એલ્યુમિનિયમના ઉદ્યોગોને જાણીજોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, અમે ચુપ નથી બેસવાના. કેનેડાની સેન્ટ્રલ બેન્કે તો આર્થિક ઉથલપાથલનો સામનો કરવા માટે પહેલાથી વ્યાજદરોમાં કાપ મૂકી દીધો છે. 

યુરોપિયન યુનિયન અને કેનેડાને ટ્રમ્પની ચોખ્ખીચટ - 'ટેરિફનો જવાબ વધુને વધુ ટેરિફથી મળશે' 2 - image



Tags :
Donald-TrumpCanadaEuropean-UnionTariffs

Google News
Google News