Get The App

ટ્રમ્પ જીત્યા પરંતુ યુએસના માથે ૨૩૫ વર્ષનું એક મહેણુ જે યથાવત રહયું

ટ્રમ્પે ૨૦૧૬માં હિલેરી કલિન્ટન અને ૨૦૨૪માં કમલા હેરિસને પરાજય આપ્યો

અમેરિકાના લોકતંત્રના ઇતિહાસમાં કયારેય મહિલા રાષ્ટ્રપતિ બની શકી નથી

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ જીત્યા પરંતુ યુએસના માથે ૨૩૫ વર્ષનું એક મહેણુ જે યથાવત રહયું 1 - image


ન્યૂયોર્ક, ૬ નવેમ્બર,૨૦૨૪,બુધવાર 

અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેકશનમાં રિપબ્લીકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો છે. ટ્મ્પે ડેમોક્રેટિક પાર્ટીના હરિફ કમલા હેરિસને પરાજય આપીને ઇતિહાસ સર્જયો છે. ટ્મ્પને ૫૧ ટકા જયારે મહિલા ઉમેદવાર કમલા હેરિસને ૪૭.૪ ટકા મતો મળી રહયા છે.  ટ્રમ્પને બંપર ૨૭૯ ઇલેકટોરલ કોલેજ જયારે કમલા હેરિસને 225 આસપાસ રહી શકે છે. ૧૩૦ વર્ષમાં એક ટર્મના વિરામ પછી બીજી વાર પ્રેસિડેન્ટ બન્યા હોય એવી પ્રથમ ઘટના છે. કમલા હેરિસ પ્રેસિડેન્ટ ઇલેકશનમાં મજબૂત દાવેદાર હતા છતાં તેમની હાર થઇ છે.

આ સાથે જ યુએસના ૨૩૫ વર્ષના લોકતંત્રના ઇતિહાસમાં એક પણ મહિલા પ્રેસિડેન્ટ ના બની હોવાનું મ્હેણુ યથાવત રહયું છે. કમલા હેરિસની હારના કારણોની ચર્ચા શરુ થઇ છે જેમાં તે મહિલા હોવાથી મત ઓછા મળ્યા હોવાનું પણ ચર્ચાય છે. અમેરિકા આર્થિક પાવર તરીકે છેલ્લી પોણી સદીથી દુનિયા પર રાજ કરે છે. સુપર પાવર તરીકેનો દબદબો, સ્ત્રી અધિકાર અને માનવાધિકારની દુહાઇ છતાં મતદારોએ બહુમતિથી કોઇ મહિલાને પ્રેસિડેન્ટ તરીકે ચુંટી નથી. અમેરિકામાં ઇસ ૧૭૮૮ -૮૯માં પ્રથમવાર રાષ્ટ્રપતિની ચુંટણી થઇ હતી. ૧૮૭૨માં યોજાયેલી ચુંટણીંમાં વિકટોરિયા વુડગુલ નામની મહિલાએ પ્રથમવાર રાષ્ટ્રપતિની ચુંટણીમાં ઝંપલાવ્યું હતું.

ટ્રમ્પ જીત્યા પરંતુ યુએસના માથે ૨૩૫ વર્ષનું એક મહેણુ જે યથાવત રહયું 2 - image

૨૦૧૬માં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટનની પત્ની હિલેરી કલિન્ટન અને ૨૦૨૪માં કમલા હેરિસે મજબૂત દાવેદાર ગણાતા હતા. નવાઇની વાત તો એ છે કે બંને મહિલા હરિફ ઉમેદવારની ડોનાલ્ડ ટ્રમ્પ સામે જ હાર થયેલી છે. અમેરિકામાં મહિલાઓ ઘણા ઉચ્ચ સંભાળી ચુકી છે પરંતુ પ્રેસિડેન્ટના મામલે રેકોર્ડ અત્યંત ખરાબ છે. ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન જેવા પુરુષપ્રધાન દેશોમાં પણ મહિલાઓ સર્વોચ્ચ પદનું શિખર સર કરી ચુકી છે પરંતુ અમેરિકા દૂર જ રહયું છે. આથી અમેરિકાનો કહેવાતો સુધરેલો સમાજ કયાંક લૈગિક મતભેદ અને ભેદભાવનો શિકાર નથી ને તેવી ચર્ચા જાગવી સ્વભાવિક જ છે.


Google NewsGoogle News