ટ્રમ્પના એક તીરથી ત્રણ નિશાન, ચીન-કેનેડાને મોટો ઝટકો, ભારત માટે ખુશખબર!
Donald Trump Tariffs Promised: અમેરિકામાં નવ નિર્વાચિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મેકિસકો અને કેનડાથી આવતા માલ સામાન પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ વસૂલવાનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક પોસ્ટનો હવાલો આપીને જણાવવામાં આવ્યું છે કે ચીનથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે.
પોસ્ટમાં જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીએ મેકિસકો અને કેનેડામાં સંયુક્ત રાજ્ય અમેરિકા તેની હાસ્યાસ્પદ રીતે ખુલ્લી સરહદો પરથી આવતા ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ સહિતના આવશ્યક દસ્તાવેજો પર હસ્તાક્ષરો કરીશ. હજારોની સંખ્યામાં લોકો મેક્સિકો અને કેનેડાની સરહદેથી અમેરિકામાં દાખલ થઇ રહ્યાં છે. અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી ક્રાઇમ રેટ ખૂબ વધી ગયો છે.
હાલમાં પણ મેક્સિકો સહિતની સરહદોએથી ગેરકાયદેસર રીતે પ્રવાસીઓ આવી રહ્યા છે. મેકસિકોથી કેટલાક ડ્રગ્સ ખાસ કરીને ફેંટાનિલ અને બીજો ગેરકાયદે સામાન ધડાધડ અમેરિકામાં આવી રહ્યો છે. જોકે કેટલાક આર્થિકશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે ટેરિફ વધારવાથી વિકાસને નુકસાન થશે અને મોંઘવારીમાં વધારો થશે. ટેરિફની કિંમત અમેરિકાના નાગરિકોએ જ ચુકવવી પડશે.
ભારત માટે સારા સમાચાર
ટ્રમ્પ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારતીય નિકાસને ઘણો ફાયદો થઈ શકે છે કારણ કે અમેરિકાની કુલ આયાતમાં આ ત્રણ દેશોનો હિસ્સો 40 ટકાથી વધુ છે. ગત વર્ષે ચીને અમેરિકાને 448 બિલિયન ડોલરની નિકાસ કરી હતી, જ્યારે મેક્સિકોએ 457 બિલિયન ડોલરની નિકાસ કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં ભારતની કુલ નિકાસ $437 બિલિયન રહી હતી.
ભારતને મોટી તક મળશે
ભારતે ગત નાણાકીય વર્ષમાં અમેરિકાને 82 અબજ ડોલરની નિકાસ કરી હતી. ઈમ્પોર્ટ ડ્યૂટી લાગવાને કારણે ચીન, મેક્સિકો અને કેનેડાના ઉત્પાદનો અમેરિકન માર્કેટમાં મોંઘા થઈ જશે, જેના કારણે ત્યાં તેમની માંગ ઘટી શકે છે. આનાથી ભારતને ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ, લેધર, એપેરલ, મશીનરી અને રમકડાં જેવી ઘણી પ્રોડક્ટ્સની નિકાસ વધારવાની તક મળશે કારણ કે અમેરિકન માર્કેટમાં ચીની પ્રોડક્ટ્સ કરતાં ભારતીય માલ સસ્તો હશે.
ભારતમાંથી કારની નિકાસ
બીજી તરફ, મેક્સિકો અમેરિકામાં સૌથી વધુ કાર અને ઓટોમોબાઈલ પાર્ટ્સની નિકાસ કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હ્યુન્ડાઈ, હોન્ડા, નિસાન જેવી કંપનીઓ અમેરિકન જરૂરિયાતો અનુસાર ભારતમાં કારનું ઉત્પાદન શરૂ કરી શકે છે કારણ કે ભારતમાંથી કારની નિકાસ તેમના માટે ફાયદાકારક રહેશે.