Get The App

અમેરિકાના લોકો વચ્ચે 400 અબજ ડૉલર વહેંચશે ટ્રમ્પ! ઈલોન મસ્કને સોંપી મોટી જવાબદારી

Updated: Feb 20th, 2025


Google NewsGoogle News
અમેરિકાના લોકો વચ્ચે 400 અબજ ડૉલર વહેંચશે ટ્રમ્પ! ઈલોન મસ્કને સોંપી મોટી જવાબદારી 1 - image


Image: Facebook

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 'અમારું તંત્ર સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) થી વધેલા રૂપિયાનો 20% ભાગ અમેરિકાના લોકોને વહેંચવા પર વિચાર કરી રહ્યું છે. આ સિવાય અન્ય 20 ટકા રૂપિયા સરકારની લોનને ઓછી કરવા માટે ફાળવવામાં આવશે.'

ટ્રમ્પે ઈલોન મસ્કને જ DOGE ની જવાબદારી સોંપી છે જે સરકારી લૂપહોલથી રૂપિયા બચાવવાના પ્રયત્નમાં સતત કાર્યરત છે. મિયામીમાં સાઉદી અરેબિયાના સૉવરેન વેલ્થ ફંડ દ્વારા આયોજિત વૈશ્વિક ફાઇનાન્સર્સ અને ટેકનોલોજી એક્ઝિક્યુટિવ્સની એક બેઠકને સંબોધિત કરતાં ટ્રમ્પે આ વિચારને એક 'નવા ખ્યાલ' તરીકે વર્ણિત કર્યો

ટ્રમ્પનું નિવેદન

ટ્રમ્પે કહ્યું, 'અમે એક નવા ખ્યાલ પર વિચાર કરી રહ્યાં છીએ. જેમાં DOGE બચતના 20 ટકા અમેરિકન નાગરિકોને આપવામાં આવશે અને 20 ટકા દેવું ચૂકવવામાં ખર્ચ કરવામાં આવશે કેમ કે આંકડા અવિશ્વસનીય છે. ઘણા અબજ, સેંકડો અબજની બચત થઈ રહી છે. તેથી અમે અમેરિકાના લોકોને 20 ટકા પાછા આપવા વિશે વિચારી રહ્યાં છીએ.'

આ વિચાર વ્યવસાયી જેમ્સ ફિશબેકની તરફથી આવ્યો છે જેમણે મંગળવારે એક્સ પર એક ચાર પેજનો એક આંકડો શેર કર્યો હતો. જેમાં DOGE લાભાંશ નો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. મસ્કે આની પર જવાબ આપતાં કહ્યું હતું, 'હું રાષ્ટ્રપતિને આ અંગે વાત કરીશ.'

400 અબજ ડોલર લોકોને વહેંચશે ટ્રમ્પ

ફિશબેકના આ આંકડામાં DOGE ની બચતનો 20 ટકા ભાગ એટલે કે અંદાજિત 400 અબજ અમેરિકન ડોલરને ફાળવવાનો પ્રસ્તાવ છે. જેથી જુલાઈ 2026માં DOGE સમાપ્ત થયા બાદ તમામ ટેક્સ ચૂકવણી કરનાર પરિવારોને 5,000 અમેરિકન ડોલરનો ચેક વહેંચવામાં આવી શકે.

આ અંદાજિત આંકડો DOGE દ્વારા 2 ટ્રિલિયન અમેરિકન ડોલરની બચત સુધી પહોંચવા પર આધારિત છે. જેને મસ્ક સર્વોત્તમ પરિણામ કહી રહ્યાં છે તથા તેમનું પહેલું લક્ષ્ય 1 ટ્રિલિયન અમેરિકન ડોલરનું છે. ટ્રમ્પનું આ નિવેદન DOGE ના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેણે દાવો કર્યો હતો કે 20 જાન્યુઆરીએ ટ્રમ્પના પદભાર ગ્રહણ કર્યા બાદથી તેણે અબજો ડોલરની બચત કરી છે. મસ્કના નેતૃત્ત્વમાં વિભાગે ખર્ચમાં ઘટાડાના વ્યાપક પ્રયત્ન હેઠળ આક્રમક રીતે સરકારી કરારમાં ઘટાડો કર્યો છે. સરકારી નોકરીઓને સમાપ્ત કરી છે અને સરકારી સંપત્તિઓને વેચી દીધી છે.

આ પણ વાંચો: ટ્રમ્પે ઝેલેન્સ્કીને 'કોમેડિયન' ગણાવ્યા, કહ્યું- અબજોનો ખર્ચ કર્યો પણ અમેરિકાને કશું પાછું નહીં મળે

નોકરીથી લઈને કરારમાં ઘટાડો કરી રહ્યાં છે ટ્રમ્પ

DOGE અનુસાર ઉઠાવવામાં આવેલા આ પગલાના પરિણામસ્વરૂપ 55 અબજ અમેરિકન ડોલરની બચત થઈ છે. જોકે એજન્સીએ સ્વીકાર કર્યો કે કરાર રદ કરવા અને કરાર સમાપ્ત કરવા માટેના આંકડા તે કુલ યોગનો એક અંશ માત્ર છે. વિભાગે કહ્યું કે તે પોતાના બચત દાવાને પુષ્ટ કરવા માટે સતત ડેટા જાહેર કરતાં રહેશે.

DOGE ના દાવા છતાં, તેના કથિત નાણાકીય પ્રભાવને લઈને શંકા છે. એજન્સી દ્વારા પ્રકાશિત આંશિક ડેટાનું વિશ્લેષણ થયું અને એ જાણવામાં આવ્યું કે મોટાભાગની બચત તુલનાત્મક રીતે નાના કરારને સમાપ્ત કરવાથી થઈ. જેમાં કોમ્પ્યુટર સિસ્ટમ અને કાર્યબળ તાલીમના કરાર પણ સામેલ છે. 

અત્યાર સુધી આ પહેલે સરકારી વ્યયમાં 8.5 અબજ અમેરિકન ડોલરનો ઘટાડો કર્યો છે. જેમાં વ્યક્તિગત કરાર રદબાતલ સરેરાશ 7.7 મિલિયન યુએસ ડોલર છે. જોકે, 55 અબજ અમેરિકન ડોલરની બચતના વ્યાપક દાવાનો હજુ સુધી સંપૂર્ણરીતે હિસાબ લગાવી શકાયો નથી, જેનાથી એ સવાલ ઉઠે છે કે બાકીની રકમની ગણતરી કેવી રીતે કરવામાં આવી.

ભારતને લઈને કહી આ વાત

ખર્ચમાં ઘટાડાની પહેલ વિવાદોમાં રહી છે. પોતાની શરૂઆતથી જ DOGE એ સંઘીય કાર્યબળમાં આમૂલ ફેરફાર કર્યા છે. હજારો કર્મચારીઓને નોકરીમાંથી કાઢવામાં આવ્યા છે અને મુખ્ય કાર્યક્રમોને બંધ કર્યા છે.

આ પહેલા ટ્રમ્પે મંગળવારે કાર્યકારી આદેશો પર હસ્તાક્ષર કર્યા બાદ ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું, 'આપણે ભારતને 21 અબજ અમેરિકન ડોલર શા માટે આપી રહ્યાં છીએ.? તેમની પાસે ઘણા રૂપિયા છે. તે અમારા મામલે વિશ્વમાં સૌથી વધુ ટેક્સ લગાવનાર દેશોમાંનો એક છે.


Google NewsGoogle News