આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અંગે સિનિયર એડવાઈઝર તરીકે ટ્રમ્પ શ્રીરામ કૃષ્ણનને નિયુક્ત કરવા માગે છે
- કૃષ્ણનને માઇક્રોસોફ્ટ, ટિવટર, યાહૂ, ફેસબુક અને સ્નેપનો બહોળો અનુભવ છે : તેઓ તેમાં પ્રોડક્ટ ટીમ નેતા તરીકે પણ રહી ચૂકયા છે
માર-એ-લોગો, ફલોરિડા : અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેઓની ટીમ તૈયાર કરી રહ્યા છે. રવિવારે તેઓએ ભારતવંશીય શ્રીરામ કૃષ્ણનને વ્હાઈટ હાઉસના એઆઈ અંગેના સિનિયર પોલીસી એડવાઈઝર તરીકે નિયુક્ત કરવા નિર્ણય લીધો છે. તેઓ વ્હાઈટ હાઉસના સાયન્સ એન્ડ ટેકનોલોજી પોલીસી વિભાગની સાથે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અંગે કામ કરશે.
કૃષ્ણનને માઈક્રો સોફટ, ટિવટર (હવે જે X કહેવાય છે) યાહૂ, ફેસબુક અને સ્નેપ સાથે પ્રોડકટ ટીમ નેતા તરીકે પણ કામ કર્યું છે. તેઓએ કારકિર્દીનો પ્રારંભ માઇક્રો સોફટથી કર્યો હતો. તેમ નવ નિર્વાચિત પ્રમુખે કહ્યું હતું.
પોતાની આ પદે થનારી નિયુક્તિ અંગે કૃષ્ણને કહ્યું હતું કે, આ (સંભવિત) નિયુક્તિથી હું પોતાને બહુમાન્ય થયેલો માનું છું.
કૃષ્ણનની આ સ્થાને થનારી નિયુક્તિ અંગે ઇન્ડિયા સ્પોરા જૂથના ડાયરેકટર સંજીવ જોષીપુરાએ કહ્યું હતું કે, શ્રીરામ વર્ષોથી ગહન વિચારક અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રના પ્રમાણભૂત વિશ્લેષક રહ્યા છે.
આ પૂર્વે ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પ ઇન્ડિયન અમેરિકન એટર્ની હરમિત કે. ધિલ્લોનને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં આસિસ્ટન્ટ એટર્ની જનરલ તરીકે નિયુકત કરવાના છે.
આ રીતે યુએનનાં રાજકારણમાં એક પછી એક મહત્વના પદો ભારત વંશીઓ હાથ કરતા જાય છે.