ટ્રમ્પ VS હાર્વર્ડ, યુનિવર્સિટીએ સરકાર વિરુદ્ધ દાખલ કર્યો કેસ: જાણો કારણ
Trump Harvard clash : અમેરિકામાં રાષ્ટ્રપમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ 21 એપ્રિલે સરકાર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ ટ્રમ્પ સરકાર હાર્વર્ડ યુનિવર્સિટીને મળતા ફંડિંગ પર રોક લગાવી હતી આટલું જ નહીં તમામ પ્રકારની ગતિવિધિઓ પર સુપરવિઝનની પણ માંગ કરવામાં આવી છે.
ફેડરલ કોર્ટમાં દાખલ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક નિર્ણયો પર નિયંત્રણ હાંસલ કરવા માટે સરકાર દ્વારા ફંડિંગ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સરકારની કાર્યવાહી ફેડરલ કાયદા વિરુદ્ધ છે.
હાર્વર્ડ યુનિવર્સિટી પર કેમ ભડક્યા છે ટ્રમ્પ?
નોંધનીય છે કે સ ટ્રમ્પનો આરોપ છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન પર સરકારની દેખરેખ હોવી જોઈએ, જેના માટે હાર્વર્ડ યુનિવર્સિટી રાજી નથી. ટ્રમ્પે ગયા અઠવાડિયે જ કહ્યું હતું કે, 'હાર્વર્ડ યુનિર્વસિટી નફરત અને મૂર્ખતા શીખવાડે છે. તેને દુનિયાની સૌથી મહાન યુનિવર્સિટીની યાદીમાં સ્થાન આપવું જોઈએ નહીં, તથા ફંડિંગ પણ ના મળવું જોઈએ.'
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગાઝાના સમર્થનમાં તથા ઈઝરાયલના વિરોધમાં મોટા પાયે દેખાવો થયા હતા. જે બાદ ટ્રમ્પનું માનવું છે કે આ યુનિવર્સિટી યહૂદીઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહી છે.