Get The App

ટ્રમ્પને ઝટકો : ભારતીય મૂળના જજે દેશનિકાલના સંકટ સામે ઝઝૂમતા લાખો ઇમિગ્રન્ટને રાહત આપી

Updated: Apr 11th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પને ઝટકો : ભારતીય મૂળના જજે  દેશનિકાલના સંકટ સામે ઝઝૂમતા લાખો ઇમિગ્રન્ટને રાહત આપી 1 - image


US President Donald Trump: અમેરિકાની કોર્ટમાં ભારતીય મૂળના ન્યાયાધીશે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારને મોટો ઝટકો આપ્યો છે. ગુરુવારે (10મી એપ્રિલ) એક ફેડરલ ન્યાયાધીશે અમેરિકામાં રહેતા હજારો ક્યુબન, હૈતી, નિકારાગુઆ અને વેનેઝુએલાના લોકો માટે કાનૂની રક્ષણાત્મક દરજ્જો રદ કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને અટકાવી દીધો. કોર્ટના ચુકાદાથી લાખો ઇમિગ્રન્ટ્સને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ પ્રમુખ જો બાઈડેને આ દેશોના ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં રહેવા માટે બે વર્ષનો સમયગાળો લંબાવ્યો હતો જે તેમના માટે મોટી રાહત હતી પરંતુ ટ્રમ્પે સત્તામાં આવતા પોતાનો મન મુજબનો નિર્ણય જાહેર કરી દીધો હતો. જેના બાદ કોર્ટે તેમને જોરદાર ઝટકો આપ્યો છે. 

જાણો શું છે મામલો

બોસ્ટનમાં ભારતીય મૂળના યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઇન્દિરા તલવાણીએ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરતાં કહ્યું કે, 'હોમલૅન્ડ સિક્યુરિટીનો નિર્ણય કાયદાના ખોટા અર્થઘટન પર આધારિત છે. કોઈપણ કાયદા હેઠળ, ગેરકાયદે રીતે સરહદ પાર કરનારાઓને અમેરિકાથી દેશનિકાલ કરી શકાય છે. આમાં એવા લોકોનો સમાવેશ થઈ શકતો નથી જેમને સરકાર દ્વારા પહેલાથી જ બે વર્ષની રાહત આપવામાં આવી છે.'

આ પણ વાંચો: અમદાવાદમાં શશિ થરુરે કહ્યું - યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં

યુએસ ડિસ્ટ્રિક્ટ જજ ઇન્દિરા તલવાણીએ કહ્યું કે, 'જો વહીવટીતંત્ર આ લોકો સામે કાર્યવાહી કરે છે. તેથી તે એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો નથી જેઓ ગેરકાયદે રીતે આવ્યા છે, પરંતુ એવા લોકોને નિશાન બનાવી રહ્યો છે જેમણે નિયમોનું પાલન કર્યું છે અને જેઓ હજુ પણ નિયમો અનુસાર અમેરિકામાં રહે છે.'


તલવાનીના નિર્ણયથી ટ્રમ્પ વહીવટીતંત્ર અને યુએસ ન્યાયિક પ્રણાલી વચ્ચે એક નવો સંઘર્ષ શરુ થયો છે. આ નિર્ણય દ્વારા, ટ્રમ્પ અને બાઇડેનના તે નિર્ણયને ઉલટાવી દેવા માંગતા હતા, જેમાં તેમણે યુક્રેનિયન, અફઘાન, ક્યુબન, હૈતી, નિકારાગુઆન અને વેનેઝુએલન ઇમિગ્રન્ટ્સને દેશમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

ટ્રમ્પને ઝટકો : ભારતીય મૂળના જજે  દેશનિકાલના સંકટ સામે ઝઝૂમતા લાખો ઇમિગ્રન્ટને રાહત આપી 2 - image

Tags :