Get The App

ત્રીજી વખત પ્રમુખ બનવા ટ્રમ્પના અભરખા, બંધારણ બદલવા મુદ્દે કહ્યું- હું ગંભીર છું

Updated: Mar 31st, 2025


Google News
Google News
ત્રીજી વખત પ્રમુખ બનવા ટ્રમ્પના અભરખા, બંધારણ બદલવા મુદ્દે કહ્યું- હું ગંભીર છું 1 - image


Trump Wants To Be President Third Term: ડોનાલ્ડ ટ્રમ્પ ત્રીજી વખત અમેરિકાના પ્રમુખ બનવા માગે છે. જેના માટે તેઓ અમેરિકાના બંધારણમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહ્યા હોવાની માહિતી તેમણે પોતે જ આપી છે. ટ્રમ્પે અગાઉ પણ અનેક વખત પોતાની પ્રમુખ બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે. 

હાલમાં જ એક મીડિયા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે, હું પ્રમુખ તરીકે ત્રીજો કાર્યકાળ સંભાળવા વિચારી રહ્યો છું. તેના માટે બંધારણમાં ફેરફારો કરવાનું વિચારી રહ્યો છું. બંધારણમાં ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટેની રીત ઉપલબ્ધ છે. અને તેના માટે હું ગંભીરપણે વિચારી રહ્યો છું.

બંધારણમાં સુધારા શક્ય

ટ્રમ્પને ત્રીજી વખત પ્રમુખ બનવા માટેના માર્ગ વિશે પૂછવામાં આવતાં ટ્રમ્પે કહ્યું કે, એવાં ઘણા માર્ગો છે, જેનાથી તમે આ શક્ય બનાવી શકો છો. બાદમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું જેડી વેન્સ પ્રમુખ પદ માટે ચૂંટણી લડશે અને ચૂંટણી જીત્યા બાદ ટ્રમ્પને પ્રમુખની ખુરશી સોંપી દેશે? ટ્રમ્પે તેના પર તુરંત જવાબ આપ્યો કે, આ એક કારગર ઉપાય છે. પરંતુ તેના સિવાય અન્ય ઘણા માર્ગો છો. જેના માટે બંધારણમાં સુધારા શક્ય છે.

આ પણ વાંચોઃ યુક્રેન ક્યારેય NATOનો સભ્ય નહીં બની શકે: ટ્રમ્પની ચેતવણી, પુતિનને પણ આપી ટેરિફની ધમકી

ઉલ્લેખનીય છે, અમેરિકામાં કોઈપણ નેતા બે વખત જ પ્રમુખ તરીકેનું પદ સંભાળી શકે છે. જો ટ્રમ્પ ત્રીજી વખત પ્રમુખ બનવાનો પ્રયાસ કરે છે, તો તેના માટે બંધારણમાં સુધારા કરવાની જરૂર પડશે. આ સુધારા માટે અમેરિકાના સાંસદો અને રાજ્યોના સમર્થનની પણ જરૂર પડશે.

વ્હાઇટ હાઉસમાં પ્રસ્તાવ મૂકાયો

ટ્રમ્પે અનેક વખત ત્રીજી વખત પ્રમુખની ચૂંટણી લડવાની વાત કહી છે. જાન્યુઆરીમાં બીજી વખત પ્રમુખ તરીકેનો કાર્યકાળ સંભાળતાંની સાથે ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના સાંસદ એન્ડી ઓગલ્સે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ટ્રમ્પને ત્રીજી વખત પ્રમુખ બનાવવાની મંજૂરી આપવા માટે સંસદના નીચલા સદનની પ્રતિનિધિ સભામાં આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં નોંધવામાં આવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ સતત બે વખત પ્રમુખ બને છે, તો ત્રીજી વખત તે પ્રમુખ માટે ચૂંટણી લડી શકે નહીં. પરંતુ ટ્રમ્પ 2020માં ચૂંટણી હાર્યા હતા. જેથી તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપ્રમુખ બનવા માટે યોગ્ય છે.

ત્રીજી વખત પ્રમુખ બનવા ટ્રમ્પના અભરખા, બંધારણ બદલવા મુદ્દે કહ્યું- હું ગંભીર છું 2 - image

Tags :