Get The App

અમેરિકામાં 37 ગુનેગારનો મૃત્યુદંડ માફ કરાતા ટ્રમ્પ ભડક્યા, કહ્યું- ‘બાઈડેને પીડિતોના પરિવારનું અપમાન કર્યું’

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
Donald Trump


Donald Trump: અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ વિધિ પહેલાં જ અનેક મોટા ફેરફારો કરવાની જાહેરાત કરી રહ્યા છે. ત્યાં બીજી બાજુ વર્તમાન જો બાઈડેન સરકાર પણ પોતાના દ્વારા લેવાયેલા કેટલાક નિર્ણયોમાં ફેરફાર કરવાની કવાયત કરી રહી છે. જો બાઈડેનની મૃત્યુદંડ મામલે દોષિતોને આપવામાં આવેલી રાહતની ટ્રમ્પે આકરી ટીકા કરી છે. જો બાઈડેને 37 લોકોની ફટકારવામાં આવેલી ફાંસીની સજા માફ કરવાનો નિર્ણય લીધો છે. 

જો બાઈડેનના આ નિર્ણયની ટીકા કરતાં ટ્રમ્પે કહ્યું છે કે દોષિતો વિરૂદ્ધ કોઈ દયાભાવ રાખવામાં આવશે નહીં. વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડેને મૃત્યુદંડની સજા પામેલા મોટાભાગના લોકોની સજામાં ફેરફાર કર્યો હતો. તેમણે મૃત્યુદંડની સજા ફટકારવામાં આવેલા 40 લોકોમાંથી 37 લોકોની સજાને આજીવન કેદમાં તબદીલ કરવા નિર્ણય લીધો છે. જેને ટ્રમ્પે વખોડ્યો છે. 

આ પણ વાંચોઃ સંસદની બહાર એક શખ્સનો આગ ચાંપી આપઘાતનો પ્રયાસ, કારણ અકબંધ

ટ્રમ્પે મંગળવારે કહ્યું કે બાઈડેનનો નિર્ણય યોગ્ય નથી, તે પીડિત પરિવારોનું અપમાન છે. "જો બાઈડેને આપણા દેશના ક્રૂર હત્યારાઓમાંથી 37ની મૃત્યુદંડની સજામાં ફેરફાર કર્યો છે, આ લોકો પ્રત્યે દયાભાવ દર્શાવવો જોઈએ નહીં. આ નિર્ણય મારી સમજણની બહાર છે. પીડિતોના સંબંધીઓ અને મિત્રો વધુ દુઃખી છે. તેઓ સ્વીકારી શકતા નથી કે આવું કેમ બન્યું!” 

સત્તામાં આવ્યા બાદ ફરી સજામાં ફેરફાર કરશે

ટ્રમ્પે જો બાઈડેનના નિર્ણયને વખોડી જાન્યુઆરીમાં શપથ લીધા બાદ સજામાં ફેરફાર કરવાનું વચન પીડિત પરિવારોને આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે સત્તા સંભાળ્યા બાદ તેઓ ન્યાય વિભાગને મૃત્યુદંડ લાગુ કરવા નિર્દેશ આપશે.  "બળાત્કારીઓ, હત્યારાઓ અને મોટા ગુનાઓ"ના કેસમાં કડક કાર્યવાહી કરશે.

અમેરિકામાં 37 ગુનેગારનો મૃત્યુદંડ માફ કરાતા ટ્રમ્પ ભડક્યા, કહ્યું- ‘બાઈડેને પીડિતોના પરિવારનું અપમાન કર્યું’ 2 - image


Google NewsGoogle News