ગાઝામાં યુદ્ધ વિરામની ટ્રમ્પે ઉગ્ર ટીકા કરી કહ્યું : ઇઝરાયલે ઝડપભેર વિજય મેળવવો જ જોઈએ
- આ યુદ્ધ નહીં અટકે : સીનાઈ દ્વિપકલ્પ પશ્ચિમ લઈ લેશે
- ઇઝરાયલને ટેકો પાછો ખેંચવાનું કહેનારાને ડોનાલ્ડ ટ્રમ્પે હમાસ તરફી ઠગ અને જિહાદીઓને ટેકો આપનારા કહ્યા
વોંશિગ્ટન : અમેરિકાના પૂર્વ પ્રમુખ અને આ વખતના રીપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે ઇઝરાયલી પ્રમુખ બેન્જામીન નેતાન્યાહુને આ યુદ્ધમાં ઝડપથી વિજય મેળવવા અનુરોધ કર્યો હતો. સાથે જેવો અત્યારે ગાઝામાં યુદ્ધ વિરામની વાતો કરી રહ્યા છે, તેઓની પણ ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે તે બધા હમાસ તરફી ઠગો છે, અને જિહાદીઓને ટેકો આપનારા છે.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ જ્યારે મહત્ત્વનું એલાન કરતા હોય છે ત્યારે તેવો લાલ ટાઈ જ પહેરે છે.
અહીં યોજાયેલા પ્રેસ કોન્ફરન્સમાં નેતાન્યાહુને ટેકો આપતા હોય તેમ કહ્યું, તેઓ જાણે છે કે તેઓ શું કરી રહ્યાં છે. આથી મેં તેઓને ઝડપભેર તે (યુદ્ધ સમેટી) લેવા અનુરોધ કર્યો હતો. વિજય મેળવો જલ્દીથી વિજય મેળવો જેથી હત્યાકાંડ વહેલો પૂરો થાય.
આ સાથે તેઓએ જુલાઈમાં નેતાન્યાહુ સાથેની તેઓનાં નિવાસ સ્થાન માર એ લાગોમાં યોજાયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. નેતાન્યાહુ તે સમયે પ્રમુખ બાયડને અને ઉપપ્રમુખ કમલા હેરીસને મળી હતી. હેરીસ અત્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી પ્રમુખપદની સ્પર્ધામાં ઊભાં છે.
તે સર્વવિદિત છે કે ઇઝરાયલ ઉપર આક્ષેપ છે કે તેણે હમાસના નેતા હનીયેહની ઇરાનમાં હત્યા કરાવી હતી. તેમજ ઇરાનનું પીઠબળ મેળવેલા હીઝબુલ્લાહના લશ્કરી કમાન્ડર ફૌદ શુક્રની બૈરૂતમાં હત્યા કરાવી હતી. આ પછી ઇરાન ચીને હીઝબુલાહે ઇઝરાયલ પીર વેર વાળવાની ધમકી ઉચ્ચારી છે.
આ પછી એક કાર્યક્રમમાં બોલતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, બાયડેન અને હેરીસ ગાઝામાં યુદ્ધ વિરામની વાત કરી રહ્યાં છે. હેરીસે તો પહેલેથી જ ઇઝરાયલના હાથ પાછળ બાંધી દેવા જેવું કહી દીધું છે તેઓ હંમેશાં યુદ્ધ વિરામની જ વાત કરે છે. આવા હમાસ-તરફી ઠગો અને જેહાદીઓના ટેકેદારોને જો હું પ્રમુખ બનીશ તો કાં તો જેલમાં મોકલીશ અથવા દેશ નિકાલ કરીશ.
કેટલાંક વિશ્લેષકો માને છે કે વાસ્તવમાં અમેરિકામાં કેટલાયે ઇઝરાયલને અમેરિકા માટેનું મધ્યપૂર્વમાં દાખલ થવાનું ફૂટ બોર્ડમાપીને સંતોષ નહીં પામે, તેઓ સીનાઈ દ્વિપકલ્પમાં રહેતા સીનાઈ પર્વતમાં આવેલાં ઇ.સ. ૨૦૦૦નાં યહૂદીઓનાં સાયનેગોડાનો ઉલ્લેખ કરી સમગ્ર સનાઈ દ્વિપકલ્પ કબજે કરવા માગે છે અને ઇઝરાયલની પશ્ચિમ દક્ષિણની સીમા સુએઝ નહેરને સ્પર્શે તે રીતે લઈ જવા માગે છે.
અત્યારે કટારનાં દોહામાં, કતાર, ઈજીપ્ત અને અમેરિકા, ગાઝામાં શાંતિ સ્થાપવા કે ઓછામાં ઓછું યુદ્ધ વિરામ કરવા મંત્રણા કરે છે પરંતુ તેમાં કશું વળે તેવો સંભવ નથી. અમેરિકા પર એવો પણ આક્ષેપ છે કે તે શાંતિ રચાવવાનો દેખાવ માત્ર કરે છે. સમગ્ર સીનાઈ..... થી શરૂ કરી જોર્ડન, લેબનોન, સીરીયા, ઈજિપ્ત અને કુવૈત પર પંજો રાખવાની છે.