ટ્રમ્પનો મોટો દાવો: 'સોમાલિયામાં અમેરિકાની એરસ્ટ્રાઈકમાં અનેક ISIS આતંકીઓ ઠાર મરાયા'
US Airstrike In Somalia : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે દાવો કર્યો કે, અમેરિકી સેના દ્વારા સોમાલિયામાં ISISના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. જેમાં ઘણા આતંકવાદીના મોત થયા. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, 'આજે સવારે મે ISISના વરિષ્ઠ એટેકર અને તેના દ્વારા સોમાલિયામાં ભરતી કરાયેલા આતંકવાદીઓ પર સચોટ લશ્કરી હવાઈ હુમલાનો આદેશ આપ્યો. આ હત્યારાઓ ગુફાઓમાં છુપાયેલા હતા, પરંતુ અમે તેમના પર સચોટ હુમલો કર્યો.' ટ્રમ્પે કહ્યું કે 'અમેરિકા અને અમારા સહયોગીઓ માટે આ ખતરો છે.'
ટ્રમ્પે કહ્યું કે, 'અમેરિકાએ જે ગુફામાં આંતકવાદીઓ છૂપાયેલા તેના પર હવાઈ હુમલા કરીને આંતકવાદીઓને ઠાર માર્યા. આ ઘટનામાં નાગરિકોને કોઈ પ્રકારનું નુકસાન પહોંચ્યું ન હતું. અમારી સેના ISIS હુમલાની યોજના બનાવી રહેલા આંતકવાદીઓ પર ઘણાં વર્ષોથી ટાર્ગેટ કરી રહી હતી. પરંતુ બાઈડન અને તેમના સાથે કામ પુરુ કરવાને લઈને આટલી જલ્દી એક્શન નહીં લેતા, મે આ કરી દેખાડ્યું. ISIS અને અમેરિકાવાસીઓ પર હુમલો કરનારા અન્ય લોકો માટે આ સંદેશ છે કે, અમે તમને પણ ગોતી પાડીને ઠાર કરી નાખીશું.' આ સત્તામાં આવ્યા બાદ અમેરિકી સેના દ્વારા કરવામાં આવેલી પહેલી કાર્યવાહી જણાય છે.
'આ હુમલામાં કોઈ નાગરિકને નુકસાન થયું નથી'
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે જણાવ્યું હતું કે, 'અમેરિકાની સેનાના આફ્રિકા કમાન્ડ દ્વારા કરવામાં આવેલા હુમલાઓ ટ્રમ્પ દ્વારા નિર્દેશિત અને સોમાલિયા સરકાર સાથે સંકલિત હતા. પેન્ટાગન દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક મૂલ્યાંકન મુજબ આ હવાઈ હુમલામાં ઘણાં આતંકવાદીઓ માર્યા ગયા છે. પેન્ટાગને કહ્યું કે, 'આ હુમલામાં કોઈ સામાન્ય નાગરિકને નુકસાન થયું નથી.'
ISIS સોમાલિયા આફ્રિકી દેશમાં અનેક હુમલાઓ માટે જવાબદાર રહ્યું છે. મીડિયા અહેવાલ મુજબ, સોમાલિયામાં ISIS આતંકવાદીઓની સેંકડો સંખ્યા હોવાનું અનુમાન છે. જેઓ મોટાભાગે પુંટલેન્ડના બારી ક્ષેત્રમાં કેલ મિસ્કાટ પહાડોમાં પથરાયેલા છે.