ઇઝરાયેલ પરના હમાસ હુમલા અંગે ટ્રમ્પ બોલ્યા, હું રાષ્ટ્રપતિ હોતતો આ થયું હોત નહી.

હું રાષ્ટ્રપતિ હતો ત્યારે અમેરિકાની તાકાતના જોરે શાંતિ સ્થાપી હતી.

ઇઝરાયેલને સંપૂર્ણ તાકાત સાથે પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે

Updated: Oct 10th, 2023


Google NewsGoogle News
ઇઝરાયેલ પરના હમાસ હુમલા અંગે ટ્રમ્પ બોલ્યા,  હું રાષ્ટ્રપતિ હોતતો આ થયું હોત નહી. 1 - image


ન્યૂયોર્ક, ૧૦ ઓકટોબર,૨૦૨૩,મંગળવાર 

ઇઝરાયેલ પર થયેલા હમાસ આતંકી સંગઠનના હુમલાથી અમેરિકા પણ ખળભળી ઉઠયું છે. પ્રેસિડેન્ટ જો બાયડને ઇઝરાયેલને તન,મન અને ધનથી મદદની ખાતરી આપી છે પરંતુ અમેરિકાના પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા માટે બાયડનને જવાબદાર ગણાવ્યા છે. તેમને એક ભાષણમાં જણાવ્યું હતું કે લોકો આપણા દેશમાં આવી રહયા છે અને આપણને એ ખબર જ નથી કે તે ક્યાંથી આવી રહયા છે. 

આ એ લોકો પણ હોઇ શકે છે જેમણે ઇઝરાયેલ પર હુમલો કર્યો છે. નાના બાળકોને પણ છોડયા નથી. જયારે હું તમારો (અમેરિકા)નો રાષ્ટ્રપતિ હતો ત્યારે આપણી પાસે જે તાકાત હતી તેના જોરે શાંતિ હતી. હવે આપણી પાસે મજબૂરી,સંઘર્ષ અને અરાજકતા છે.  ઇઝરાયેલમાં હાલમાં જે અત્યાચાર જોવા મળી રહયો છે તે જો હું રાષ્ટ્રપતિ હોતતો આવું થાત નથી. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું હતું કે હમાસના હુમલા અપમાનજનક છે, ઇઝરાયેલને સંપૂર્ણ તાકાત સાથે પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. 


Google NewsGoogle News