ટ્રમ્પે યાદ કરાવ્યું અમેરિકા પેરિસ સમજૂતીમાંથી કેમ ખસી ગયું હતું,? ભારત, રશિયા અને ચીનનો પણ ઉલ્લેખ
જળવાયુ સમજૂતીમાં અમેરિકાને એક ખરબ અમેરિકી ડોલરનું નુકસાન થતું હતું
પેરિસ સમજૂતી તાપમાન ૨ ડિગ્રી નીચે રાખવાની આંતરરાષ્ટ્રીય પહેલ હતી
ન્યૂયોર્ક,૨૮ જૂન,૨૦૨૪,શુક્રવાર
અમેરિકામાં વર્ષાંતે પ્રેસિડેન્ટ ઇલેકશન યોજાવાનું છે. રીપબ્લીકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાયડેન વચ્ચે ચુંટણી પ્રક્રિયાને લઇને પ્રથમવાર તેજ ચર્ચા થઇ હતી. આ ચર્ચા દરમિયાન ઐતિહાસિક જળવાયુ સમજૂતીમાંથી વર્ષ ૨૦૧૭માં અમેરિકા બહાર નિકળી ગયું હતું. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. ટ્રમ્પે પેરિસ જળવાયુ સમજૂતીમાંથી નિકળી જવાના નિર્ણયનો બચાવ કરવાની સાથે ભારત અને ચીનને પણ જવાબદાર ગણાવ્યા હતા.
અમેરિકાને એક ખરબ અમેરિકી ડોલરનું નુકસાન થતું હોવાથી સમજૂતીમાંથી નિકળી જવાનું યોગ્ય પગલુંભર્યુ હતું. ટ્રમ્પે ચર્ચા દરમિયાન પોતાનો બચાવ કરતા દાવો કર્યો હતો કે ભારત, ચીન અને રશિયા જળવાયુ પરિવર્તન માટે ચુકવણું કરતા ન હતા. બંને અમેરિકી નેતાઓ વચ્ચે અર્થ વ્યવસ્થા, વિદેશનીતિ, રાષ્ટ્રીય સુરક્ષા અને જળવાયુ પરિવર્તન પર ચર્ચા થઇ હતી.
જળવાયુ પરિવર્તન સમજૂતી અંગે પોતાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરી હતી કે અમેરિકા એક માત્ર એવો દેશ જેને ૧ લાખ કરોડનું ચુકવણુ કરવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. ભારત,ચીન અને રશિયાને ચુકવણુ થતું ન હતું આ એક દગો હતો. ૨૦૧૫માં પેરિસ જળવાયુ સમજૂતી થયેલી તેનો ઉદ્દેશ વૈશ્વિક તાપમાન ૨ ડિગ્રી સેલ્સિયસથી નીચે રાખવા માટેની એક આંતરરાષ્ટ્રીય સમજૂતી હતી જે અમેરિકી શ્રમિકોના હિતમાં ન હતી એવી પણ પૂર્વ અમેરિકી પ્રમુખે દલીલ કરી હતી.