Get The App

ટ્રમ્પ- પુતિન વચ્ચે ટેલિફોન પર વાતચીત યુક્રેન યુદ્ધના અંત ઉપર ધ્યાન અપાયું

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ- પુતિન વચ્ચે ટેલિફોન પર વાતચીત યુક્રેન યુદ્ધના અંત ઉપર ધ્યાન અપાયું 1 - image


- ચૂંટણીમાં વિજય પછી ટ્રમ્પે દુનિયાના 70 દેશોના નેતાઓ સાથે વાત કરી સૌથી પહેલાં નરેન્દ્ર મોદી સાથે વાત કરી 

વૉશિંગ્ટન : અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે ફોન ઉપર વાત કરી હતી જેમાં અન્ય અનેકવિધ પ્રશ્નો તો ચર્ચવામાં આવ્યા હતા પરંતુ સૌથી વધુ ભાર યુક્રેન યુદ્ધનો અંત લાવવા ઉપર મૂકવામાં આવ્યો હતો.

આ માહિતી આપતાં મીડીયા રીપોર્ટ જણાવે છે કે, નવ-નિર્વાચિત પ્રમુખે તેઓના ચૂંટણી વિજય પછી દુનિયાના ૭૦ જેટલા દેશોના અગ્રણીઓ સાથે વાત કરી હતી પરંતુ સૌથી પહેલાં તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા પછી ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાન્હૂ સાથે વાત કરી હતી.

વૉશિંગ્ટન પોસ્ટ વધુમાં જણાવે છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે થયેલી ફોન ઉપરની વાતચીતમાં સૌથી વધુ ભાર તો યુક્રેન યુદ્ધની સમાપ્તિ પર મૂકવામાં આવ્યો હતો.

અમેરિકાના એક પૂર્વ રાજદ્વારીએ કહ્યું હતું કે, 'ડૉનાલ્ડ ટ્રમ્પ, વધી રહેલા યુક્રેન યુદ્ધનો વહેલામાં વહેલી તકે અંત આવે તેમ ઇચ્છે છે. કારણ કે તેઓ સળગતા પ્રશ્નો વચ્ચે ઑવલ ઓફિસમાં સ્થાન લેવા માંગતા નથી.'

તમણે આ વાતચીતમાં પોતાના ફ્લોરિડા સ્થિત રિસોર્ટમાંથી કરી હતી જે દરમિયાન તેઓએ યુરોપમાં રહેલી ઘણી મોટી સંખ્યામાં અમેરિકન સૈનિકોની હાજરી પ્રત્યે પુતિનનું ધ્યાન દોર્યું હતું.

દરમિયાન ટ્રમ્પના કોમ્યુનિકેશન ડીરેક્ટર સ્ટીવન ચેઉંગે કહ્યું કે, નવ-નિર્વાચિત પ્રમુખે દુનિયાના અન્ય દેશોના તેમજ રશિયાના પ્રમુખ સાથે શી વાતચીત થઈ હતી તે હું કહી શકું નહીં પરેતુ પુતિન સાથેની કે નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં યુક્રેન યુ.એન. સંભાવના ગાઝા પટ્ટી યુક્રેન યુદ્ધ અને દક્ષિણ ફરી રહેલા ચીનના કોરડા સામે એક થઈ ઉભા રહેવા માટે ચર્ચા થઈ હશે તથા વિશ્વ શાંતિ તથા સલામતી અંગે પણ અમેરિકાના ૪૭મા પ્રમુખે અનુરોધ કર્યો હશે તેમનું બીજું ધ્યાન તો ચીનની સાઉથ ચાયના સીમાં વધતી દાદાગીરી પર પણ છે.


Google NewsGoogle News