Get The App

ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી વાતચીત, યુક્રેનમાં સીઝફાયરના પ્લાન પર થઈ ચર્ચા

Updated: Mar 18th, 2025


Google News
Google News
ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી વાતચીત, યુક્રેનમાં સીઝફાયરના પ્લાન પર થઈ ચર્ચા 1 - image


Donald Trump Talks To Vladimir Putin: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત યુક્રેનમાં યુદ્ધવિરામ માટેના અમેરિકાના પ્રસ્તાવના થોડા દિવસો પછી થઈ હતી. વ્હાઇટ હાઉસ અનુસાર, ફોન પર વાતચીત સાંજે 7:30 વાગ્યાથી શરૂ થઈ હતી અને બંને નેતાઓએ 3 કલાકથી વધુ સમય સુધી વાત કરી હતી.

રાષ્ટ્રપતિના સહાયક અને વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફે કહ્યું કે, 'આ વાતચીત સારી રહી છે.'

ઝેલેંસ્કી સહમત પરંતુ પુતિન પર સસ્પેન્સ

તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે, સાઉદી અરેબિયામાં વિદેશમંત્રી માર્કો રુબિયોના નેતૃત્વમાં વાતચીત બાદ યુક્રેનિયન અધિકારીઓએ અમેરિકન પ્રસ્તાવો પર સહમતિ દાખવી હતી. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કીને હજુ પણ શંકા છે કે પુતિન શાંતિ માટે તૈયાર છે કે નહીં, કારણ કે રશિયન દળો હજુ પણ યુક્રેનને નિશાન બનાવી રહ્યા છે.

આ મુદ્દા પર ચર્ચા ચાલુ છે

ઉલ્લેખનીય છે કે સોમવારે ટ્રમ્પે કહ્યું હતું કે, 'તેઓ ત્રણ વર્ષના યુદ્ધ દરમિયાન કબજે કરાયેલી જમીન અને પાવર પ્લાન્ટ અંગે ચર્ચા કરશે.'

વ્હાઇટ હાઉસે સકારાત્મક આશા વ્યક્ત કરી

વ્હાઇટ હાઉસે આ વાતચીત અંગે સકારાત્મક આશા વ્યક્ત કરી છે, જ્યારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેંસ્કી પુતિનના ઇરાદા અંગે શંકામાં છે. આ કોલ એવા સમયે આવ્યો છે જ્યારે યુક્રેનિયન સૈનિકો અને ટેન્કોને કથિત રીતે રશિયાના બેલગોરોડ વિસ્તારમાં હુમલો કર્યો છે. ટ્રમ્પ અને પુતિન વચ્ચેની આ વાતચીત યુક્રેનમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસોમાં એક મહત્ત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.

ટ્રમ્પે ગઈકાલે શું કહ્યું હતું?

સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, 'રશિયામાં સ્થિતિ ખરાબ છે, અને યુક્રેનમાં પણ સ્થિતિ ખરાબ છે. યુક્રેનમાં જે થઈ રહ્યું છે તે સારું નથી, પરંતુ આપણે જોઈશું કે આપણે શાંતિ કરાર, યુદ્ધવિરામ અને શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ કે નહીં. મને લાગે છે કે આપણે તે કરી શકીશું.'

Tags :
Donald-TrumpVladimir-Putin

Google News
Google News