Get The App

આશા પર ફરી વળશે પાણી! બે મૂળ ભારતીય નેતાઓના પત્તાં કાપવાની તૈયારીમાં ટ્રમ્પ

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
આશા પર ફરી વળશે પાણી! બે મૂળ ભારતીય નેતાઓના પત્તાં કાપવાની તૈયારીમાં ટ્રમ્પ 1 - image


Image: Facebook

US Presidential Election Results: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત કેબિનેટને લઈને ચર્ચાનું બજાર ગરમ છે. ભારતીય મૂળના નિક્કી હેલીના કેબિનેટથી બહાર થવાના સમાચારની વચ્ચે હવે વધુ એક ભારતીય મૂળના સીનેટરનું ટ્રમ્પ પત્તું કાપતાં નજર આવી રહ્યાં છે. રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ કથિતરીતે વિવેક રામાસ્વામીને નજરઅંદાજ કરતાં સિનેટર માર્કો રુબિયોને પોતાના બીજા કાર્યકાળ માટે વિદેશ મંત્રી તરીકે પસંદ કરવાનું મન બનાવી ચૂક્યા છે. રુબિયો ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન મહત્વના સહયોગી રહ્યાં જો તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવે છે તો તે અમેરિકાના ઉચ્ચ રાજદ્વારીનું પદ સંભાળનાર પહેલા લેટિનો તરીકે ઈતિહાસ રચશે.

નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી બંને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ હતા. જોકે પ્રચાર અભિયાન દરમિયાન તેઓ યોગ્ય સમર્થન અને ફંડ એકઠું કરવામાં નિષ્ફળ ગયા હતા. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી. અંતમાં તેમને જ રિપબ્લિકન પાર્ટીએ પોતાના રાષ્ટ્રપતિ ઉમેદવાર પસંદ કર્યા. ડેમોક્રેટ પાર્ટીના કમલા હેરિસને હરાવીને ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત નોંધાવી. વિવેક રામાસ્વામીએ ટ્રમ્પની જીત બાદ ભરપૂર સમર્થન પણ કર્યું હતું. તેઓ અમેરિકામાં એક નામાંકિત બિઝનેસમેન તરીકે પણ જાણીતા છે.

આ પણ વાંચો: ટ્રમ્પની સામુહિક 'દેશ નિકાલ' યોજનાને વિવેક રામાસ્વામીનું સમર્થન કહ્યું : એ તેમની પ્રાથમિકતા રહેશે

સ્વામીને હજુ પણ મળી શકે છે મહત્વની ભૂમિકા

વિવેક રામાસ્વામી ટ્રમ્પ તંત્રમાં હજુ પણ મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. હોમલેન્ડ સુરક્ષા વિભાગના ડાયરેક્ટર તરીકે તેમને ટ્રમ્પ દ્વારા તક આપવાની શક્યતા વર્તાઈ રહી છે. વૈકલ્પિક રીતે તેઓ ઓહિયો પ્રાંતમાં રાજકીય લેન્ડસ્કેપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અહીં તેઓ જેડી વેન્સના ઉપરાષ્ટ્રપતિ બનવાના કારણે ખાલી થયેલી સીનેટ સીટને ભરી શકે છે. અમેરિકામાં હાજર જો બાઈડન સરકાર આગામી વર્ષે 20 જાન્યુઆરી સુધી કામ કરશે. આ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. આ પહેલા હાલ ટ્રમ્પ તંત્રની કેબિનેટને પસંદ કરવાનું કામ ચાલુ છે.


Google NewsGoogle News