Get The App

જ્હોન એફ કેનેડી અને માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની હત્યાના રહસ્યો ખૂલશે, જાણો ટ્રમ્પનું નવું ફરમાન

Updated: Jan 24th, 2025


Google News
Google News
જ્હોન એફ કેનેડી અને માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની હત્યાના રહસ્યો ખૂલશે, જાણો ટ્રમ્પનું નવું ફરમાન 1 - image


USA President Trump Order To Reveal Truth: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડી, સિવિલ રાઈટ્સ લીડર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને સિનેટર રોબર્ટ કેનેડીની હત્યાની કેસ ફાઈલની હકીકતોનો ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની હત્યા સાથે જોડાયેલી ફાઈલ ખોલવાનું વચન આપ્યું હતું, પરંતુ ગુપ્તચર એજન્સીઓ દ્વારા દબાણ થતા આ વિચાર માંડી વાળ્યો હતો. હવે બીજી વખત રાષ્ટ્રપ્રમુખ પદે ચૂંટાઈ આવતાં તેમણે ફરી આ મુદ્દે વાત શરૂ કરી છે.  

પ્રજાને જાણવાનો અધિકાર

વ્હાઈટ હાઉસમાં આ આદેશ પર હસ્તાક્ષર કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસ સંબંધિત તમામ વિગતો જાહેર કરવા નિર્દેશ આપ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, ‘આ રિપોર્ટના ખુલાસાઓથી રક્ષા, ગુપ્તચર, કાયદાકીય એજન્સીઓ અથવા રાજકીય અભિયાનોને થતાં સંભિવત નુકસાન કરતાં પણ પ્રજાનો જાણવાનો હક અધિક છે. ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓને નિર્દેશ છે કે, તે 15 દિવસની અંદર મારી સમક્ષ એક પ્લાન રજૂ કરી શકે છે. જેમાં રેકોર્ડ્સનો કેવી રીતે ખુલાસો કરવો તેની રીત દર્શાવવામાં આવશે. આદેશ મુજબ, પીડિતના પરિવારજનો અને અમેરિકાના લોકોને સત્ય જાણવાનો સંપૂર્ણ હક છે. રાષ્ટ્રહિતમાં આ હત્યાઓ સંબંધિત તમામ ખુલાસાઓ તાત્કાલિક ધોરણે કરવા જોઈએ.’

ગુપ્તચર એજન્સી ખુલાસો કરવા માગતી નથી

ગતવર્ષે ઓલ-ઈન નામના એક પોડકાસ્ટમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે, મારા પ્રથમ કાર્યકાળ દરમિયાન આ ત્રણેય નેતાઓની હત્યાનો ખુલાસો કરતાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ અટકાવ્યા હતા. તેમણે રિપોર્ટ આપવાનો ઈનકાર કર્યો હતો.

મહાસત્તા ગણાતા અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ઓફિસમાં જ હત્યા

અમેરિકાના 35માં રાષ્ટ્રપ્રમુખ જ્હોન કેનેડીની 22 નવેમ્બર, 1963ના રોજ લી હાર્વે ઓસ્વાલ્ડ નામના શખ્સે હત્યા કરી હતી. એફબીઆઈએ ઓસ્વાલ્ડે એકલા હાથે જ રાષ્ટ્રપ્રમુખની ઓફિસમાં ઘૂસી આ હત્યા કરી હોવાનો ખુલાસો કર્યો હતો. પરંતુ હત્યા પાછળનું ષડયંત્ર જાહેર કરવામાં આવ્યુ ન હતું. તેવી જ રીતે યુએસ સેનેટર અને જ્હોન કેનેડીના ભાઈ રોબર્ટ એફ કેનેડીની જૂન, 1968માં પેલેસ્ટિનિયન સિરહાન સિરહાન દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેણે 1967ના છ દિવસીય યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન આપવા બદલ રોબર્ટ કેનેડીની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, વાસ્તવિક કારણ અને ષડયંત્રનો પર્દાફાશ થયો ન હતો. અમેરિકાના ગાંધી તરીકે ઓળખાતા સામાજિક કાર્યકર માર્ટિન લ્યુથર કિંગની પણ એપ્રિલ, 1968માં જેમ્સ અર્લ રે દ્વારા હત્યા કરવામાં આવી હતી. 

જ્હોન એફ કેનેડી અને માર્ટિન લ્યૂથર કિંગ જુનિયરની હત્યાના રહસ્યો ખૂલશે, જાણો ટ્રમ્પનું નવું ફરમાન 2 - image

Tags :
John-CanadyDonald-TrumpRobert-Canady-MurderUSA

Google News
Google News