Get The App

ટ્રમ્પ કે હેરિસ ? વિશ્વના વિખ્યાત અર્થશાસ્ત્રીના મતે ડૉનાલ્ડ ટ્રમ્પ જ વિજયી થવા સંભવ

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
ટ્રમ્પ કે હેરિસ ? વિશ્વના વિખ્યાત અર્થશાસ્ત્રીના મતે ડૉનાલ્ડ ટ્રમ્પ જ વિજયી થવા સંભવ 1 - image


- બીજી તરફ અમેરિકાના ''નોસ્ટ્રાડેમસ'' કહેવાતા ભવિષ્ય વેત્તા એલન નિકટમેન કહે છે કે : કમલાનો વિજય નિશ્ચિત છે

વૉશિંગ્ટન : વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ સત્તા અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી આડે આઠ નહીં હવે તો સાત દિવસ જ બાકી રહ્યા છે ત્યારે વિશ્વભરની તેના ઉપર નજર મંડાઈ રહી છે. તેવે સમયે વિશ્વના વિખ્યાત અર્થશાસ્ત્રી ક્રિસ્ટોફ બરૉડે આગાહી કરી છે કે, તે ચૂંટણીમાં રીપબ્લિકન ઉમેદવાર ડૉનાલ્ડ ટ્રમ્પ વિજયી થવાની પૂરી સંભાવના છે. તેવા આ અનુમાન ફાયનાન્સિયલ માર્કેટ-સિગ્નલ્સ ઉપરથી આપે છે. જે વિવિધ મેટ્રિકસ પર આધારિત છે.

માર્કેટ સિક્યોરિટીઝ મોનાકો ના ચીફ ઇકોનોમિસ્ટ અને રણનીતિકાર ૧૨ વર્ષમાંથી ૧૧ વર્ષ બ્લુમબર્ગનાં આર્થિક પૂર્વાનુમાન રેકીંગમાં ટોચના પદ ઉપર રહ્યા હતા. તેઓએ ૩૮નાં વર્ષથી પોતાની ભવિષ્યવાણીનો ટ્રેક રેકોર્ડ રાખ્યો છે. તેઓ તેમ પણ કહે છે કે, સેનેટ ઉપર જી.ઓ.બી. (રીપબ્લિકન) કબજો જમાવી દે તે સંભવિત લાગે છે.

બિઝનેસ ઇન્સાઈટર ને આપેલા એક ઇન્ટરવ્યુમાં તેઓએ કહ્યું કે ટ્રમ્પ પ્રમુખ પદે આવે અને સાથે રીપબ્લિકન્સ સેનેટ ઉપર કબજો જમાવે તો ૨૦૨૫માં જીડીપીનો ગ્રોથ ૨.૧ ટકાથી ૨.૩ ટકા વચ્ચે રહેશે. સાથે ચેતવણી આપી છે કે ટ્રમ્પ રેશમાં કાપ મુકવાની વાત કરે છે. પરંતુ તેથી પડતી ખોટ જો ભરપાઈ નહીં થાય તો ફેડરલ ડેટમાં વધારો થવા સાથે ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે. ટ્રમ્પ વિજયી થાય તો ૧૦ વર્ષનાં ટ્રેઝરી-બોન્ડ ટૂંક સમયમાં જ ૪.૫ ટકા વધી શકે. જીડીપીના ગ્રોથ ૨૦૨૪માં તો ૨.૬ ટકા રહેશે પરંતુ ૨૦૨૫માં ૧.૮ ટકા રહેશે.

ક્રિસ્ટોફ બરોડના આ મત ઉપરાંત ખ્યાતનામ અંકશાસ્ત્રી નૈટ સિલ્વરે પણ ટ્રમ્પના વિજયની ભવિષ્યવાણી કહી છે.

બીજી તરફ આધુનિક નોસ્ટ્રેડેમસ કહેવાતા એલન લિકટમેન કહે છે કે, કમલા હેરિસ જ વિજયી થશે. આ પૂર્વે ૧૦ પ્રમુખોમાંથી ૯ના વિજયની નિશ્ચિત ભવિષ્યવાણી કરનાર લિકટમેન કહે છે કે તેઓની ગણતરી છે કમલા ૮ ક્રીઝ પર આગળ છે જ્યારે ટ્રમ્પ માત્ર ૩ ક્રીઝ પર આગળ છે. તેથી કમલા હેરિસનો વિજય નિશ્ચિત લાગે છે.


Google NewsGoogle News