Get The App

'તમારી યોજના યોગ્ય નથી, તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યા..' ટ્રમ્પ પર ભડક્યા પોપ ફ્રાન્સિસ

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
'તમારી યોજના યોગ્ય નથી, તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યા..' ટ્રમ્પ પર ભડક્યા પોપ ફ્રાન્સિસ 1 - image


Donald Trump Inauguration Day: અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પની ગેરકાયદે વસતાં ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયતનો પોપ ફ્રાન્સિસે વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પની આકરી ટીકા કરતાં આ પ્રકારનું પગલું અમાનવીય હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે, ટ્રમ્પ ચૂંટણી દરમિયાન આપેલા વચનને અનુરૂપ અમેરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની કવાયત  સત્તા પર આવ્યા બાદ હાથ ધરી શકે છે. જેનો ઘણા લોકો વિરોધ કરી રહ્યા છે.

પોપ ફ્રાન્સિસ ટ્રમ્પ પર ભડક્યા

પોપ ફ્રાન્સિસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભડકી ઉઠ્યા છે. તેમણે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીઓની નિંદા કરતાં કહ્યું છે કે, તેમની ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની યોજના અપમાનજનક છે. જે ઇમિગ્રન્ટ્સ પાસે કંઈ જ નથી, તેઓ ક્યાં જશે અને ક્યાં રહેશે. ટ્રમ્પને તેની ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ટ્રમ્પની યોજના યોગ્ય નથી, આ પગલું સમસ્યાનું સમાધાન નથી.

આ પણ વાંચોઃ ટ્રમ્પની શપથવિધિ પહેલાં અમેરિકામાં ગોળીબાર, વોશિંગ્ટનમાં નોકરી શોધતાં ભારતીય યુવકનું મોત

ગેરકાયદે રહેતા લોકોને હાંકી કાઢશે

ટ્રમ્પ ઇમિગ્રેશન પોલિસી મુદ્દે આકરું વલણ લઈ શકે છે. તેમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ દેશભરમાં ગેરકાયદે વસતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન ચલાવવાના છે. જેમાં ન્યૂયોર્ક, મિયામીમાંથી ઘણા લોકોની ધરપકડ થઈ શકે છે. ટ્રમ્પે ચૂંટણી દરમિયાન પણ અમેરિકાવાસીઓને વચન આપ્યું હતું કે, હું દેશમાં વસતાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ મુદ્દાનો ઉકેલ લાવીશ. તેમજ ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફારો સાથે એક નવા અમેરિકાની રચના કરીશ. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરનારા ઇમિગ્રન્ટ્સની આગામી સપ્તાહથી અટકાયત કરવામાં આવશે. 

સરહદો સીલ કરવાનો આદેશ

ટ્રમ્પના અંગત અધિકારી સ્ટીફન મિલરે મીડિયાને જણાવ્યું હતું કે, ટ્રમ્પ શપથ વિધિ બાદ દક્ષિણ સરહદોને સીલ કરવાનો, મોટા પાયે પુનઃવર્સન, મહિલા સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરનો સમાવેશ, ઉર્જા સંશોધન પરથી પ્રતિબંધો દૂર કરવા તેમજ સરકારી દક્ષતામાં વધારો કરવાના વિષયો પર ઝડપથી નિર્ણયો લેશે. વધુમાં પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેન દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોમાં પણ ફેરફાર કરી શકે છે.

'તમારી યોજના યોગ્ય નથી, તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યા..' ટ્રમ્પ પર ભડક્યા પોપ ફ્રાન્સિસ 2 - image


Google NewsGoogle News